સુરતમાં અવાર-નવાર કિસ્સાઓ બનતાં રહે છે. તેમાં પણ તાપી નદીમાંથી ઘણાં લોકો કુદીને આપઘાત કરે છે. તો ઘણાં ડૂબી જાય છે. તો આજના સમાચાર આપણે એક એવી જ ઘટના જાણીશું. સુરતમાં તાપી કિનારે એક એવી ઘટના બની છે કે જેના વિષે તમે ક્યારેય વિચાર્યું પણ નહી હોઈ.
સુરતના મગદલ્લા ONGC બ્રીજની નજીક તાપી કિનારે બનેલી એક ચોંકાવનારી ઘટનાની જેની તપાસ બાદ મળ્યા છે. સુરત ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો કે ONGC બ્રીજ પરથી તાપી નદીમાં કિનારાના વિસ્તારમાં એક તરતી લાશ દેખાઈ રહી છે.
આ લાશને જોતા જ ત્યાંના લોકોએ ફાયર વિભાગમાં જાણ કરીને તેને બહાર કાઢવાના પગલાઓ ભર્યા હતા. ફાયર વિભાગને આ કોલ આવતા તેઓ તરત જ આ ઘટના સ્થળે પહોચી ગયા હતા. ત્યાર બાદ કોલ કરનાર સાથે પૂછતાછ કરીને રાહતની કામગીરી ચાલુ કરી હતી. ફાયર વિભાગે નદીમાંથી તરતી લાશને બહાર કાઢવા માટે તેની ટીમની મદદ લીધી હતી.
આ લાશને ગોતવા માટે ફાયરના જવાનો 30 મિનીટ જેટલું મથ્યા હતા. ત્યારે જઈને લાશના એંધાણ મળી આવ્યા હતા. જેવા લાશની નજીક પહોચ્યા અને તેને અડકવાનો પ્રયાસ કર્યો તો દેખાયું કે આ એક લાશ નહિ પરતું એક લાશનું પુતળું છે. આ બનાવની અસલિયત જોતા જ સૌ કોઈના મનમાં એક મજાકની લાગણી પેદા થઈ હતી કે ખોદા પહાડ ઓર નિકલા ચૂહા એવી જ સ્થિતિ બની ગઈ હતી.
બ્રીજ પરથી પસાર થનાર લોકો તેને તરતી લાશ સમજીને વિભાગને જણાવ્યું હતું પરતું અસલિયત કોને ખબર હતી કે આ લાશ નહી પરતું લાશ જેવું દેખાતું એક પુતળું છે. હવે આ પુતળાને નદીમાં ફેંકીને આવી ખરાબ હરકતો કોને કરી હશે તે એક ચર્ચાનો પ્રશ્ન છે.
ત્યાંના આજુબાજુના વિસ્તારમાં રેહતા લોકો પણ આ બાબત જાણીને ચોંકી ગયા હતા. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે તેમને લાશ અંગે કોલ મળતા સ્થળ ઉપર ગયા હતા પણ ત્યાં ચેક કરીને બહાર કાઢતા પૂતળું નીકળ્યું હતું. ખેતરોમાં પક્ષીઓને ડરાવવા માટે મુકવામા આવતું હોય તે પ્રકારનું પૂતળું હતું.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…