ગુજરાતમાં અંધશ્રદ્ધાની થઈ તમામ હદો પાર: દ્વારકામાં ભૂવાએ પરિણીત ‘મહિલા સાથે કર્યું એવું કે’, જાણીને તમારા રુંવાડા બેઠાં થઈ જશે

382
Published on: 10:46 am, Thu, 14 October 21

લોકો અંધશ્રદ્ધામાં એટલાં બધા ઊંડા ઉતરી જાય છે કે તેઓ જાણતા પણ નથી કે કેટલી મોટી ભૂલ કરે છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભૂવા-ભારાડી અને મેલી વિદ્યાનો જનમાનસ પર પ્રભાવ ઓછો નથી થઇ શક્યો. સમાજમાં એવા કેટલાય કિસ્સો સામે આવે છે કે, તાંત્રિક વિધિના બહાને કા તો મહિલાની લાજ લૂંટાઈ હોય,

કા તો મરણમૂડી ખોવી પડી હોય. સમાજનો ગ્રામીણ વિસ્તાર પછાત છે અથવા તો પછાત માનસિકતા ધરાવે છે. ભૂત અને વળગાડ જેવી બાબતોને લઈને સંવેદનશીલ ગ્રામવાસીઓ કહેવાતા ભૂવાનાં વશીકરણમાં સર્વસ્વ હોમી દેતા અચકાતા નથી. ત્યારે, દ્રારકા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારની આ ઘટના આજની માનસિકતાની ચાડી ખાય છે.

કઈ સદીમાં જીવતા લોકો આવા શરણે જઈને જીવનું જોખમ વહોરે છે. તેનો આ સચોટ કિસ્સો છે. દ્વારકા જીલ્લાના વચલી ઓખામઢી પાસે આવેલા એક મંદિરમાં બુધવારે એક કરુણ ઘટના ઘટી છે. આરંભડા ગામની મનાતી 25 વર્ષીય મહિલાના શરીરમાંથી મેલું અને વળગાડ હોવાનું કહી પરીણિતા પર વિધિ શરુ કરી હતી.

આ દરમિયાન વિધિના નામે મહિલાને, ભૂવાએ સાંકળોથી મારી એટલું જ નહિ પણ પરીણિતાના શરીર પર અસંખ્ય ડામ પણ આપ્યા. આ દરમિયાન પરિણીતાનું મોત થઇ જવા પામ્યું છે. કહેવાય છે કે, ધાર્મિક વિધિના નામે ખંડેર જેવા મંદિરમાં આ પરિણીતાને પરિવાર જ લઇ આવ્યો હતો. અને ભૂવાને તાંત્રિક વિધિ માટે કહ્યું હતું.

વળગાડ અને મેલું તો નીકળતા નિકળ્યું, એ પહેલા મહિલાનો જીવ નીકળી ગયો. હવે સમગ્ર ઘટનાને લઇને DySP સહિતની પોલીસ વિભાગની ટીમોએ તપાસ શરૂ કરી દીધી છે અને ભૂવા ઉપરાંત મૃતક મહિલાના પરિવાર સામે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…