જુઓ કેવી રીતે ઊંડા ખાડામાં ફસાયેલી ગૌમાતાનું JCB દ્વારા કરવામાં આવ્યું સફળ રેસ્ક્યુ- વિડીયો જોઇને ચોંકી ઉઠશો

164
Published on: 4:26 pm, Fri, 22 October 21

સોસીયલ મીડિયા ઘણી વાર વિચલિત કરતા વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને ગૌમાતાને લઈને કોઈ વિડીયો હોય તો, આ પ્રકારના વિડીયો સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થાય છે. હાલ આવો જ એક વિડીયો વાયરલ થયો છે. હાલ ચોમાસું પત્યું તેને થોડા જ દિવસો થયા છે. આ વર્ષે વરસાદે ગુજરાતને ધમરોળી દીધું છે. ઘણી જગ્યાએ તો વરસાદે તંત્રની પોલ પણ ખોલી હતી અને નવા બનાવેલા રોડમાં જ ભુવા પડી ગયેલાની ઘટનાઓ પણ સામે આવી છે.

હાલ આવો જ એક વિડીયો વાયરલ થયો છે જેમાં ભારે વરસાદ વચ્ચે રોડની ફરતે રહેલા ખાડામાં ગાય આખેઆખી સમાઈ જાય છે. આ ઘટના કયાની છે તેની કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ આ વિડીયો વાયરલ થતા સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, ગૌમાતા એક ઊંડા ખાડામાં ફસાઈ જાય છે અને બહાર નીકળવું અસંભવ દેખાઈ રહ્યું છે. સ્થાનિકો ગાયમાતાને અહિયાથી બહાર કાઢવા અનેક તરકીબો વિચારે છે પણ કોઈ સફળ નીવડતી નથી. છેવટે ગૌમાતાને બહાર કાઢવા JCBનો ઉપયોગ લેવો પડે છે.

JCBની મદદથી ગૌમાતાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવે છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, JCBના આગળના પાવડા સાથે મજબુત દોરી બાંધી બીજો છેડો ગાયના સિંગડા સાથે બાંધેલો દેખાય છે અને તેની મદદથી ગાયને સફળતા પૂર્વક આ ખાડામાંયહી બહાર કાઢવામાં આવે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…