જો તમે પણ વધારે પડતા બિસ્કિટ ખાતા હો તો આજથી જ થઈ જજો બંધ, નહીં તો થશે આ ગંભીર બીમારી

195
Published on: 6:50 pm, Wed, 20 October 21

આપણામાંથી મોટાભાગના લોકો બિસ્કિટ ખાવાનું પસંદ કરતા હોય છે તેમજ આની સાથોસાથ તેને હેલ્ધી સ્નેક્સ પણ માનતા હોય છે. જયારે આપને જાણીને નવાઈ લાગશે કે, વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, બિસ્કિટ ખાવા તમારા માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે. એક સંશોધન પ્રમાણે, બિસ્કિટમાં કેન્સર પેદા કરતી વસ્તુઓ રહેલી હોય છે તથા તે તમારા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન કરે છે.

60 અલગ-અલગ બિસ્કિટ્સ પર થઈ સ્ટડી:
હોન્ગ કોન્ગના વૈજ્ઞાનિકોએ શોધમાં જાણવા મળ્યું હતું કે, વધુ પડતા બિસ્કિટ ખાવાને લીધે કેન્સરનો ખતરો વધી જતો હોય છે. તેઓ 60 અનેકવિધ બિસ્કિટ્સ પર સ્ટડી કર્યા પછી નિષ્કર્ષ પર પહોંચ્યા હતા. વર્ષ 2017માં ભારતના consumer education and research centreએ જાણ્યું હતું કે, દેશમાં બનાંવાતા ક્રીમ બિસ્કિટ્સમાં વધુ પ્રમાણમાં શુગર તથા ફેટ કન્ટેન્ટ હતું કે, જે પ્રતિ કિલો 30 ગ્રામ તથા 100 કિલો પર 20 ગ્રામ હતું.

વધી જશે કેન્સરનો ખતરો:
હોન્ગકોન્ગમાં કરવામાં આવેલ સ્ટડી પ્રમાણે, બિસ્કિટ પ્રી પેક્ડ હોય છે તથા તેમાં કેન્સર પેદા કરતા કેમિકલ glycidol તથા acrylamide રહેલા હોય છે. આ બન્ને carcinogens છે તેમજ કેન્સરના ખતરાને વધારો કરી શકે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, બિસ્કિટ બનાલતી કંપનીઓ glycidol તથા acrylamideનો ઉપયોગ કરી શકે છે. આની માટે લિમિટ નક્કી કરાઈ છે કે, જેથી તેની માત્રામાં આ કેમિકલનો ઉપયોગ કરી શકાય છે.

કિડની અને રિપ્રોડક્ટિવ ઓર્ગનને નુકસાન:
સ્ટડીમાં પણ જાણવા મળ્યું હતું કે, 60માંથી 56 સેમ્પલમાં એક organic chemical compound 3 MCPD હતું કે, જે કિડની તથા પુરુષોના રિપ્રોડક્ટિવ ઓર્ગનને નુકસાન પહોંચાડે છે. સ્ટડી પ્રમાણે વયસ્ક જેમનું વજન 60 કિલો સુધી છે. તેમણે આ કેમિકલના 120 ગ્રામથી વધુ ન લેવું જોઈએ. જ્યારે અમુક બિસ્કિટ્સમાં 3 MCPDની માત્રા દર પ્રતિ કિલો 2,000 સુધીની હોય છે.

ગર્ભાશયના કેન્સરનો ખતરો:
સ્વીડનમાં 60,000 મહિલાઓની અંદાજે 10 વર્ષથી વધુ સમય સુધી આ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, જે મહિલાઓએ સપ્તાહમાં 2-3 વારથી વધુ બિસ્કિટ ખાધા હતા, તેમનામાં ગર્ભાશયના કેન્સરનો ખતરો 33% વધુ હતો. જ્યારે જે સ્ત્રીઓને સપ્તાહમાં 3 વખતથી વધુ બિસ્કિટ ખાધા તેમનામાં ટ્યુમર થવાનો ખતરો 42% વધી ગયો હતો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…