અજબ પ્રેમની ગજબ કહાની, 29 વર્ષની યુવતીએ 80 વર્ષના ઉંમરલાયક વૃદ્ધ સાથે કર્યા લગ્ન

167
Published on: 7:50 am, Wed, 14 April 21

મિત્રો, તમે બધાએ યુગલોની ઉંમર વચ્ચેનો તફાવત 2-5 વર્ષનો જોયો હશે પરંતુ આજે અમે આ સમાચારમાં તમને 51 વર્ષના તફાવતે યુગલે લગ્ન કર્યા તેના વિશે જણાવીશું. જાણો શું હશે આ લગ્ન પાછળનું કારણ? ઘણી વાર લગ્ન કરતા યુગલોની ઉંમરમાં તફાવત જોવા મળતો હોય છે પરંતુ 29 વર્ષની યુવતીએ તેનાથી 51 વર્ષ મોટા પુરુષ સાથે લગ્ન કરતા ચકચાર મચી ગઇ છે.

આ કજોડા લગ્ન આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. યુવતીનું નામ તેરજેલ રાસમૂસ અને 80 વર્ષના પુરુષનું નામ વિલ્સન રાસમુસ છે. વર્ષ 2002માં પત્નીનું અવસાન થતા વિલ્સન એકલો પડી ગયો હતો. આ બંને વચ્ચેની પ્રેમકહાનીની શરુઆત વર્ષ 2016માં થઇ હતી.

બંને એક સ્થાનિક અખબારના કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને કહેવાય છે કે પહેલી જ નજરમાં પ્રેમ થઇ ગયો હતો. તેરજેલનું માનવું છે કે તેના પતિ ખૂબજ અલ્લડ, અદભૂત અને બુધ્ધિશાળી છે. જયાં સુધી પોતે વિલ્સનને મળી ન હતી ત્યાં સુધી પ્રેમને કયારેય ગંભીરતાથી લીધો ન હતો. વિલ્સન સાથેનો પ્રેમસંબંધ સૌથી લાંબો ચાલ્યો હતો.

પ્રેમ થયાના ૩ મહિના પછી લગ્ન કરવાનું નકકી કર્યુ હતું. આ દરમિયાન તેરજેલના પિતાનું મુત્યુ થતા પ્રેમી વિલ્સને ખૂબજ કાળજી લીધી હતી. તેરજેલના પિતા હવે નથી પરંતુ તેની માતાએ પણ આ સંબંધ સ્વીકાર લીધો છે. જયારે બંનેના લગ્ન થયા ત્યારે 80 વર્ષના વિલ્સનની 56 વર્ષની પુત્રી પણ હાજર રહી હતી. આ બંને કપલ એકબીજાનો સાથ નિભાવવા સાથે જ રહે છે.

બંને વચ્ચેની ઉંમરના વિશાળ અંતર અંગે માને છે કે અમે એક બીજાના પૂરક છીએ. પતિ વિલ્સન જીવનના અનુભવોનું રોચક વર્ણન કરે છે તે પત્ની તેરજેલને ખૂબ ગમે છે. વિલ્સને જણાવ્યું કે તેરજેલ સાથે આ રીતે જીવન સંબંધ બંધાશે તે અંગે કયારેય વિચાર્યુ પણ ન હતું. આનંદિત અને સ્વસ્થ છું. નવાઇની વાત તો એ છે કે 80 વર્ષના વિલ્સન કહયું કે તેરજેલ તેને વૃધ્ધાવસ્થા દરમિયાન ખૂબ જ મદદ કરશે. આ ઘટના દક્ષિણ આફ્રિકાની છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…