આર્થિક તંગીમાં અભ્યાસ અધવચ્ચે છોડીને શરુ કરી કંપની, આજે એક વ્યક્તિ એવું નથી કે જે આને ન જાણતા હોય- જાણો સફળતાની ધારદાર કહાની

167
Published on: 10:47 am, Sun, 31 October 21

ઘણાં લોકો શૂન્ય માંથી સર્જન કરે છે અને તેઓ પાસે પૈસા ન હોવા છતાં આગળ નીકળે છે એવી આજે એક શખ્સ વિશે આપણે વાત કરીશું. ટેકનોલોજીની દુનિયામાં સૌથી મોટી સફળતા મેળવી છે. અત્યારની જનરેશનમાં 99% લોકો મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે અને તે પણ ખબર હશે કે મોબાઈલની દુનિયામાં જો સૌથી મોંઘો મોબાઈલ હોય તો તે છે એપ્પલનો.

સ્ટીવ જોબ્સ એપ્પલ કંપનીના માલિક છે. સ્ટીવ જોબ્સનું જીવન એક એવી બોલિવૂડ ફિલ્મ જેવું છે જે તમને જીવનમાં સફળતા મેળવવા પ્રેરિત કરે છે. સ્ટીવ જોબ્સનો જન્મ 24 ફેબ્રુઆરી 1955 માં કેલિફોર્નિયાના સેન ફ્રાંસિસ્કોમાં થયો હતો. કોલેજ ડ્રોપ આઉટ થતા સ્ટીવ જોબ્સ.

12 જૂન 2005 ના રોજ સ્ટીવ જોબ્સે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક પ્રોગ્રામમાં પોતાના જીવનનું સૌથી લોકપ્રિય ભાષણ ‘Stay Hunger Stay Foolish’ આપ્યું હતું. જેના પછી આખી દુનિયા સામે તેમના જીવનની કહાની રજૂ થઈ હતી. રિપોર્ટ મુજબ સ્ટીવના જન્મ સમયે તેમની માતા કોલેજમાં ભણતા હતા અને અવિવાહિત હતા તેથી તેમને સ્ટીવને દત્તક આપવાનો નિર્ણય કર્યો.

સ્ટીવને દત્તક લેનારા માતા-પિતાએ 17 વર્ષની ઉંમરમાં તેમને કોલેજ મોકલ્યા પરંતુ સ્ટીવને લાગ્યું કે તેમના માતા-પિતાની બધી મૂડી તેમના અભ્યાસ પર ખર્ચ થઈ રહી છે. તેથી સ્ટીવે કોલેજ જવાનું બંધ કર્યું હતું. 20 વર્ષની ઉંમરમાં દોસ્ત સાથે કરી એપ્પલ કંપનીની શરૂઆત. સ્ટીવે 20 વર્ષની ઉમરમાં તેમના એક મિત્ર Woz સાથે મળીને એક ગેરેજમાં એપ્પલ કંપનની શરૂઆત કરી હતી.

માત્ર 10 વર્ષોમાં સ્ટીવની આ કંપનીએ અનેક સિદ્ધિઓ મેળવી. એક ગેરેજમાં બે લોકો દ્વારા શરૂ થયેલ આ કંપની 2 બિલિયન લોકો સુધી પહોંચી અને આ કંપનીમાં 4000 કર્મચારી કામ કરવા લાગ્યા પરંતુ એક એવો સમય પણ આવ્યો જ્યારે સ્ટીવ જોબ્સનું વિઝન ફેલ થયું હતું અને 30 વર્ષની ઉંમરમાં તેમને તેમની જ કંપનીમાંથી કાઢવામાં આવ્યા હતા. કેન્સરથી લડી રહ્યા હતા સ્ટીવ. સ્ટીવ જોબ્સને એક ડોક્ટરે જણાવ્યું કે તેમને કેન્સર છે

અને અમુક દિવસોમાં તેઓ દુનિયા છોડી દેશે. પરંતુ આ સાંભળીને પણ સ્ટીવએ હિમ્મત હારી નહીં અને તેમણે એવી રીતે કામ કરવાનું શરૂ કર્યું કે આગામી દિવસ તેમનો છેલ્લો દિવસ છે. કેન્સરથી પીડિત જોબ્સનું મૃત્યુ 5 ઓક્ટોબર 2011 માં થયું હતું. સ્ટીવ જોબ્સ કોઈ હાયર એજ્યુકેશન અથવા મોટી ડિગ્રી નહોતા ધરાવતા પરંતુ તેમના અંદરની પ્રતિભા અને દિલની અવાજથી તેમને દુનિયામાં મોટી સફળતા મેળવી. સ્ટીવ અંત સુધી અસફળતા વિશે વિચારતાં નહોતા. જો અસફળ થતા તો પણ તેને એક અનુભવ સમજીને ફરી પ્રયાસ કરતા હતા.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…