ધો. 10-12ની બોર્ડની પરિક્ષા માટે કોરોના વચ્ચે CM રૂપાણીએ કરી મોટી જાહેરાત, જાણો ‘ધો.10-12ની પરિક્ષા’ લેવાશે કે નહીં..? 

240
Published on: 5:18 am, Wed, 14 April 21

ગયા વર્ષે લોકડાઉન પહેલા જ બોર્ડની પરિક્ષા શરુ થઈ ગઈ હતી. તેથી કોરોના સંક્રમણ વધતા લોકડાઉન આપ્યું હતું અને ધો. 1 થી 9 અને 11 માં વાળાને માસ પ્રમોશન મળ્યું હતું. તો આ વર્ષે પણ એવું જ બન્યું છે, ધો. 1 થી 9 અને 11 માં વાળા લોકોને માસ પ્રમોશન મળ્યું છે, જયારે બોર્ડની પરિક્ષા માટે રૂપાની સરકારે કેઈ છે મોટી જાહેરાત. કોરોનાકાળમાં હાલ તમામ પ્રકારની શૈક્ષણિક કામગીરી ઓનલાઈન ચાલી રહી છે.

રાજ્યની સરકારી અને ખાનગી શાળા-કોલેજોમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય ઓફ્લાઈન બંધ કરાયુ છે. બોર્ડની પરીક્ષા અંગે ભારે અસમંજસતા જોવા મળી રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ગુજરાત બોર્ડની પરીક્ષા નિયમ સમય અને નિયત તારીખે જાહેર કર્યા અનુસાર જ આવતા મહિને જ લેવામાં આવશે.

જેથી વિદ્યાર્થી કે વાલી કે શિક્ષણ સ્ટાફ કોઇ પ્રકારની ગલતફ્હેમીમાં ન રહે. મુખ્યમંત્રીએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા લેવાશે. કારણકે બોર્ડની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બને છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી SOGનું ચુસ્તપણે પાલન કરીને બોર્ડની પરીક્ષા લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોર્ડની પરીક્ષા ધો.10માં આ વખતે 13 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. દર વર્ષે ધો.10ની પરીક્ષા માટે રાજ્યમાં અંદાજે 4 હજાર જેટલી શાળાઓમાં વ્યવસ્થા કરવામાં આવે છે. જોકે આ વખતે પરીક્ષામાં શાળાની સંખ્યામાં પણ મોટો વધારો કરવો પડશે.

બીજી તરફ શિક્ષણ વિભાગના આધારભુત સુત્રો દ્વારા મળેલી વિગતો પ્રમાણે બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફર પણ થઈ શકે છે. મે મહિનાના બદલે પરીક્ષા થોડી આગળ લઈ જવાશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…