ધો. 10-12ના રીપીટર(રી-ટેસ્ટ) વિધાર્થીઓ માટે લેવાયો મોટો નિર્યણ -જાણો મુખ્ય સમાચાર એક ક્લિક પર

368
Published on: 5:14 am, Thu, 3 June 21

કોરોનાને કારણે દોઢ વર્ષ વિધાર્થીઓ માટે ખુબ જ ખરાબ રહ્યું છે, તો આ વર્ષે તો 10-12 વાળાને માસપ્રમોશન આપવામાં આવ્યું છે, રેગ્યુલર વાળાને માસપ્રમોશન મળતાં રીપીટરવાળા વિદ્યાર્થીઓએ પણ માસપ્રમોશનની માંગ કરી છે. વિદ્યાર્થીઓના આરોગ્યના હિતમાં કેન્દ્ર સરકારના CBSE સ્કૂલના વિદ્યાર્થીઓના નિર્ણય બાદ આજે બુધવારે ગુજરાત સરકારે પણ ધોરણ.12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે.

ધોરણ.10ની માફક ધોરણ.12માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરવામાં આવી હોવાની ચર્ચા થઈ રહી છે. જેને લઈ ધોરણ.10ના રિપીટર વિદ્યાર્થીઓની સાથે હવે ધોરણ.૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓ પણ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાની માગ કરી રહ્યાં છે.

હજુ ધોરણ.12માં માસ પ્રમોશન આપવુ કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતાં સરકારે કરી નથી. શિક્ષણમંત્રીએ આ અંગે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, રિપીટર વિદ્યાર્થીઓનો હજુ નિર્ણય લેવાયો નથી કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન આધારે લેવાશે. એના પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે, પરીક્ષા રદનો નિર્ણય માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓને જ લાગુ પડી શકે છે.

બોર્ડની પરીક્ષામાં રિપીટર વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ.10માં 3.62 લાખ, ધોરણ.12 સાયન્સમાં 32,400 અને ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 97000 જેટલા રિપીટર વિદ્યાર્થી નોંધાયા હતા. સરકારે ધોરણ.10માં માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપ્યું હોવાની સ્પષ્ટતાં કરી હતી.

પરંતુ આજે ધોરણ.12ની પરીક્ષા રદ કરવાના નિર્ણયમાં એવી કોઈ સ્પષ્ટતાં કરાઈ નથી કે, માત્ર રેગ્યુલર વિદ્યાર્થીની જ પરીક્ષા રદ થશે કે રિપીટર સહિતના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવામાં આવશે. રાજ્ય સરકારે ધોરણ.10ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવા સાથે તેમને માસ પ્રમોશન આપવાનો નિર્ણણ કર્યો હતો. પરંતુ આજે માત્ર ધોરણ.12ની પરીક્ષા રદ કરવાનો જ નિર્ણય કર્યો છે, માસ પ્રમોશન અંગે હજુ કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…