આ રોગના લોકો માટે પાલકનું સેવન બની શકે છે જીવલેણ- જાણો તેનાથી થતાં ગંભીર નુકશાનો વિશે

110
Published on: 5:25 pm, Fri, 28 January 22

પાલકથી થતાં ફાયદાઓ વિશે બધા જાણતા જ હશો. પાલકનો રસ પીવાથી લોહીના ટકા વધી જાય છે. પરંતુ આજના આ લેખમાં આપણે જાણીશું પાલક ખાવાથી થતાં નુકશાનો વિશે. કિડનીમાં પથરીની સમસ્યામાં પાલકનું સેવન હાનિકારક સાબિત થઈ શકે છે. પાલક ખાવાથી શરીરમાં વધારે ઓક્સેલિક એસિડ બને છે.

એવામાં શરીર માટે માટે તેને સિસ્ટમથી બહાર કાઢવું મુશ્કેલ થઈ શકે છે. તેનાથી કિડનીમાં કેલ્શિયમ ઓક્સાલેટ જમા થવા લાગે છે. જે કિડની પથરીની સમસ્યાને વધારી શકે છે. મોટાભાગના લોકો પાલકને પોતાની ડાયેટમાં શામેલ કરે છે. તેને પોષક તત્વોનું પાવર હાઉસ માનવામાં આવે છે. પરંતુ અમુક સમસ્યાઓમાં તમને પાલકનું સેવન કરવાથી બચવું જોઈએ.

એક્સપર્ટ્સ અનુસાર પાલકનું ઓવરડોઝ પણ સ્વાસ્થ્ય માટે નુકસાન કારક હોઈ શકે છે. વધુ માત્રામાં પાલકનું સેવન શરીર પર ઝેરી પ્રભાવ નાખી શકે છે. પાલકમાં ફાઈબર ખૂબ વધારે માત્રામાં મળી આવે છે. હાઈ ફાઈબર હોવાના કારણે વધુ માત્રામાં તેને ખાવાથી પેટમાં ગેસ, સોજાની સમસ્યા થઈ શકે છે. તે ઉપરાંત લીલા શાકભાજીમાં હિસ્ટામાઈન હોય છે. અમુક કેસમાં તેની એલર્જીની સમસ્યા થઈ શકે છે.

સાંધામાં દુખાવાની સમસ્યા 
પાલકમાં ભરપૂર માત્રામાં વિટામિન હોવાના કારણે તે લોહીને પાતળુ કરનાર દવાની સાથે રિએક્ટ કરે છે. માટે જો તમે લોહી પાતળુ કરવાની દવા લઈ રહ્યા છો, ડાયાબિટિસના દર્દી હોય અથવા તમને કિડનીમાં પથરીની સમસ્યા છે તો પાલકનું સેવન કરી શકો છો.

ઓક્સેલિક એસિડની સાથે પાલકમાં પ્યુરિન પણ હોય છે. જે એક પ્રકારનું સંયોજન છે. આ બન્ને મળીને સંધિવાની સમસ્યાને વધારી શકે છે.  જો તમને પહેલાથી સાંધામાં દુખાવો અને સોજાની સમસ્યા છે તો પાલકનું સેવન નુકસાન પહોંચાડી શકે છે. એક્સપર્ટ્સ અનુસાર, જરૂરથી વધારે માત્રામાં કોઈ પણ ભોજન સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ કરે છે. પાલકનું સેવન પણ તમને સીમિત માત્રામાં જ કરવું જોઈએ. વધારે પ્રમાણમાં તેનું સેવન સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…