થોડા સમયમાં જ ગુજરાતનું આ ગામ ભૂંસાઈ જશે નકશામાંથી- જાણો તેની પાછળ રહેલું રહસ્યમય કારણ

9924
Published on: 11:47 am, Mon, 27 September 21

ઘણાં ગામ એવાં છે જે લુપ્ત થઈ જવાનાં આરે છે. જો સંરક્ષણ દિવાલ ન બની તો આ ગામ ઈતિહાસ બની જશે. નોંધનિય છે કે, તિલકવાડાનું આમ તો ધાર્મિક રીતે પણ ખાસ્સું મહત્વ છે અહીંયા તીલકેશ્વર મહાદેવની સાથે અનેક મંદિરો આવેલા છે. નર્મદા જિલ્લાનું તિલકવાડા નદી કિનારે આવેલું ગામ છે, પ

રંતુ ગામની સ્થિતિ એવી થઈ ગઈ છે કે નદી કિનારે પણ જઈ શકતા નથી. નર્મદા અને મેણ નદીના પૂરના કારણે ધોવાણ થતાં તિલકવાડાના અસ્તિત્વ સામે સવાલ પેદા થયો છે. અંદાજીત 6 હજારની વસતી ધરાવતા આ ગામ એક સમય હતો.

જ્યારે ઘાટ કિનારે ધાર્મિક વિધિ માટે પણ લોકો આવતા હતા અને નદીકિનારે લોકોના વસવાટ હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી મેણ નદી અને નર્મદા નદીના પૂરના કારણે તિલકવાડા ગામના કિનારાને ભારે નુકશાન થઇ ગયું છે. 1000 મીટર કરતા વધારે જમીન ધોવાણ થતા ઊંડી કોતરો બની ગઈ છે.

અને હજુય અંદર ધોવાણ થઈ ગયું છે. તો બીજી તરફ ધોવાણ થવાના કારણે આ કિનારે રહેતા 200થી વધારે કુટુંબો માટે એક મોટું જોખમ પેદા થયું છે. લોકોની માંગ છે કે જે સરંક્ષણ દિવાલ બનાવવામાં આવે છે. જેથી જમીનનું ધોવાણ અટકે. મણિનાગેશ્વર તરફ જવા આવવા પુલ બનાવવામાં આવ્યો,

પણ તેના પાયાનું પણ ધોવાણ થઈ ગયું અને હવે પુલ ધોવાઈ રહ્યા છે. જેથી હાલમાં લોકો કહી રહ્યા છે કે, જો દિવાલ બનાવવામાં નહીં આવે તો તિલકવાળા જિલ્લાના નકશામાંથી ભૂંસાઈ જશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…