શું તમે જાણો છો? ડૉકટર ઓપરેશન દરમિયાન શા માટે  લીલા અથવા વાદળી કલરના કપડાં પહેરે છે?

401
Published on: 4:34 pm, Sat, 2 October 21

દરેક વ્યક્તિનો તેનો ડ્રેસ તેની ઓળખ બની જાય છે અને તે તેના તમામ કામ વિશે જાણ કરે છે. ખાસ કરીને ડોક્ટરનો દરેકથી અલગ તેનો સફેદ કોટ બનાવે છે. આ સાથે, તમે પણ જોયું જ હશે કે, ડોકટરો ઓપરેશન સમયે લીલા અથવા વાદળી રંગનાં કપડા પહેરીને તેમનું કામ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ શા માટે. ઓપરેશન સમયે ડોકટરો લીલા અથવા વાદળી કપડાં કેમ પહેરતા હોય છે. તો આવો, આજે અમે તમને તેના લગતી અન્ય માહિતી જણાવીએ.

મળતી માહિતી મુજબ, શસ્ત્રક્રિયા સમયે, ડોકટરો લીલા કપડાં પહેરે છે તેના પાછળ કારણ એ છે કે, લીલા રંગથી લોકોની આંખોને આરામ મળે છે. તેથી ડોકટરો ઓરેશન સમયે લીલા રંગના વસ્ત્ર પહેરે છે. એવું ઘણીવાર થાય છે કે, જ્યારે પણ આપણે સતત એક જ રંગ જોઈએ છીએ ત્યારે આપણી આંખો થાક અનુભવા લાગે છે. આપણી આંખો સૂર્ય અથવા અન્ય કોઈ તેજસ્વી વસ્તુ જોઈને જબકી ઉઠે છે. પરંતુ ત્યારબાદ તરત જ જો આપણે લીલોતરી જોઈએ તો આપણી આંખોને આરામ મળે છે.

એટલું જ નહીં, જો આપણે તેને વૈજ્ઞાનિકો દૃષ્ટિકોણથી જોઈએ, તો આપણી આંખોની જૈવિક રચના એવી રીતે બનાવવામાં આવી છે કે, તેને લાલ, લીલો અને વાદળી રંગોને જોવા એ તેના માટે ફાયદાકારક સાબિત થાય છે. માનવ આંખો આ રંગોના સમાન મિશ્રણમાંથી બનાવેલા લાખો અન્ય રંગોને ઓળખવાની શક્તિ ધરાવે છે. પરંતુ આ બધા રંગોની તુલનામાં, ફક્ત અમારી આંખો લીલો અથવા વાદળી જોવા વધુ ફાયદાકારક સાબિત થાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…