તારી બહેન નથી ગમતી એવું કહીને સાળી સાથે રંગરલિયા મનાવતો હતો પતિ, ત્યાં અચાનક આવી ગઇ પત્ની અને પછી

199
Published on: 5:11 am, Mon, 15 March 21

મિત્રો, આપણે બધા દેવર-ભાભી ના કિસ્સાઓ તો ઘણા સાંભળ્યા હોય છે આજે સાળી-બનેવી વિશે જાણીએ. પોતાની સગી બહેન સાથે કોઈ આવું કઈ રીતે કરે તે જાણીને તમને પણ ખુબ ગુસ્સો આવશે. દાંપત્યજીવનમા પતિ પત્ની એકબીજા ઉપર વિશ્વાસ ખુબજ મહત્વનો ભાગ છે પરંતુ અમુક સમયે શંકા આ સબંધમા દરાર ઉભી કરે છે. પરંતુ આ બધાની વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિના આગમન એક પતિ પત્ની ના સબંધમા મુશ્કેલી ઓ ઉભી કરે છે

આજે અમે તમને પતિ પત્ની ઓર વો નો કીસ્સો જણાવવા જઇ રહ્યા છે. જેમા પતિને તેની જ સાળી સાથે રંગરલિયા મનાવતા પત્નીએ રંગે હાથ ઝડપી લીધા હતા અને ત્યારબાદ જે થયુ તે જાણીને ચોકી જશો. આ ઘટનામાં બન્યુ છે એવુ કે વડોદરાથી 200 કિમી દૂર આવેલા વતનમાં ત્રણ સંતાનોનો ઉછેર કરતી પત્નીને ગમાર સમજી વડોદરા શહેરમાં રંગરેલિયા મનાવતા પતિની પત્નીએ પોલ ખોલીને બરાબરનો પાઠ ભણાવ્યો હતો જેમા દાહોદ નજીક મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે રહેતી મહિલા થોડા વર્ષ પહેલાં વડોદરામાં પતિ સાથે રહેતી હતી.

પરંતુ શહેરી જીવન ખર્ચાળ લાગતાં પતિના કહેવાથી તે ત્રણે બાળકો સાથે વતનમાં રહેવા ગઇ હતી.પતિ નિયમિત રીતે વતનમાં જઈ પત્નીને ઘરખર્ચ આપી આવતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પતિની હરકતોથી પત્નીના મનમાં શંકા-કુશંકાના વાદળો સર્જાયા હતા અને શરૂઆતના સમયગાળામાં નિયમિત વતન જતા પતિએ વતનમાં આવવાનું લગભગ બંધ કર્યું હતું.

અને ઘરખર્ચ પણ ખૂબ ઓછો આપવા માંડયો હતો જો કે પત્નીએ તેનું કારણ પૂછતાં પતિએ લોકડાઉનમાં કામ મળતું નથી તેમજ ઘરનું ભાડું વધી ગયું છે જેવા બહાના કાઢ્યા હતા. પણ પત્નીને દાળમાં કંઈક કાળું હોવાની ગંધ આવતા તેણે મનોમન પ્લાન બનાવ્યો હતો અને બે દિવસ પહેલાં વતન ગયેલો પતિ વડોદરા પાછો જવા બસમા બેઠો કે તુરત બીજી જ બસમાં બેસીને પત્નીએ તેનો પીછો કર્યો હતો.

અને વડોદરા આવેલી પત્નીએ પતિને શોધવા માટે અભયમની મદદ લીધી હતી અને લગભગ દસ કલાક સુધી જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી અને આખરે પત્નીએ એક વિસ્તારનું પતિએ આપેલું વર્ણન યાદ કરતાં અભયમની ટીમ તે વિસ્તારમાં પહોંચી હતી. જો કે સ્ટેશન નજીકના જુદા જુદા વિસ્તારોના મકાનો મા શોધ્યા બાદ મહિલાએ ફોટો બતાવતાં એક વ્યક્તિએ પતિને ઓળખી બતાવ્યો હતો અને આ ભાઇ તેની પત્ની સાથે ભાડાના મકાનમાં રહે છે તેમ કહી મકાન બતાવ્યું હતુ.

જો કે આ મહિલા મકાનમાં પહોંચી તો પતિ અને સાળી ઘરમાં મળી આવ્યા હતા અને આસપાસના લોકોને પૂછતાં તેઓ બંને પતિ-પત્ની તરીકે રહેતા હોવાનું જણાવ્યુ હતુ અને ત્યારબાદ આ મહિલા રણચંડી બનતાં પતિ ઘૂંટણિયે પડી ગયો હતો અને માફી માંગી એક તક આપવા માટે કહ્યું હતું. પતિ અને પોતાની નાની બહેનને એક જ મકાનમાં પતિ પત્ની તરીકે રહેતા રંગેહાથ ઝડપી પાડનાર પત્નીએ ત્રણ બાળકોની ચિંતા કરી.

પતિ તેમજ નાની બહેન સામે કેસ કરવાનું માંડી વાળ્યું હતું અને અભયમની ટીમે એ મહિલાને પોલીસ કેસ કરવો હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં લઇ જઇએ તેમ કહેતાં મહિલાએ કેસ કરવાનો ઇનકાર કર્યો હતો જ્યા તેણે કહ્યું હતું કે,મારી બહેને મારા સંસારમાં આગ લગાવવાનું કામ કર્યું છે અને હું ફરિયાદ કરૃં તો મારા બાપની આબરૃ ઉછળે અને રોષે ભરાયેલી આ મહિલાએ તેની બહેનને કહ્યું હતું કે આજથી તારી સાથે સબંધ તોડુ છું, તારું મોં પણ જોવા નથી માંગતી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…