બહેન દલીબાઈના ક્યાં વચનનું પાલન હજી પણ રામદેવપીર નિભાવી રહ્યાં છે, જાણો આ લેખમાં

403
Published on: 1:03 pm, Tue, 7 September 21

આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ બાર બીજના ધણી એવા બાબા રામદેવપીર વિશે જેમના વિશે એવુ કહેવામા આવે છે બાબા રામદેવપીર મહારાજ વિશે એક એવી માન્યતા છે કે તેઓ આજે પણ તેમના ભક્તો ના દુખો દુર કરવા માટે તેઓ તેમની બહેન ને આપેલુ વચન નિભાવી રહ્યા છે. રામદેવજી મહારાજ, તંવર રાજપુત કૂળના રાજા હતા કે જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે.

પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવપીર તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા. ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે. બાબા રામદેવની સમાધિ રણુજામાં આવેલી છે.જો રામદેવ પીરને સાચા મનથી પૂજવામાં આવે તો તે ખરેખર પરચો આપે છે તેવું હિન્દૂ ધર્મમાં માનવામાં આવે છે. બાબા રામદેવે અસ્પૃશ્યતા સામે કામ કરીને માત્ર દલિત હિંદુઓની બાજુ જ લીધી નહોતી, પરંતુ તેમણે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે એકતા અને ભાઈચારો વધારીને શાંતિથી રહેવાનું શીખવ્યું હતુ.

તેમજ બાબા રામદેવ પોકરણના શાસક પણ હતા,પરંતુ તેમણે ગરીબ દલિતો અસાધ્ય દર્દીઓ અને જરૂરિયાતમંદોની રાજા તરીકે નહીં પરંતુ જાહેર સેવક તરીકે સેવા આપી હતી. તે દરમિયાન તેણે વિદેશી આક્રમણકારોને પરાજય પણ આપ્યો હતો. બાબા રામદેવ જન્મથી ક્ષત્રિય હતા,પરંતુ તેમણે દલીબાઈ નામની દલિત છોકરીને તેમના ઘરે બહેન-પુત્રી તરીકે ઉછેર કરી સમાજને સંદેશ આપ્યો કે કોઈ નાનો કે મોટો નથી.

જો કે રામદેવ બાબાને ઝાડ નીચે દલીબાઈ મળી હતી. સમાધિ દરમિયાન બાબાએ તેમના બધા ગામલોકોને સમાચાર આપ્યા કે મારે માટે જવાનો સમય આવી ગયો છે. ત્યારે બાબા રામદેવે તેમના ગ્રામજનોને કહ્યું કે આ યુગમાં ન તો કોઈ ઉંચું છે, ન કોઈ નીચું, બધા લોકો સમાન છે અને દરેકને આનંદથી સ્વીકારે છે તેમજ તેમણે કહ્યુ હતુ કે લોકો ભગવાનના પ્રતીકો છે અને તેથી તેઓ એ જ સમજવું અને તેમાં કોઈ ભેદ ના રાખવો.

જ્યારે રામદેવપીરને રોકવાના તમામ પ્રયત્નો નિષ્ફળ થયા, ત્યારે બધા ગામ લોકો દાલીબાઈ પાસે પોહચી ગયા અને તેમને આ દુ:ખદ સમાચાર વિશે કહ્યું કે તેઓએ કંઇક કરવું જોઈએ. ત્યારે આ સમાચાર સાંભળીને જ દલીબાઈ ઉઘાડપગે રામસરોવર પાસે ગયા અને દલીબાઈ આવતાની સાથે જ તેમણે બાબા રામદેવને કહ્યું કે ભગવાન તમે તમારી ખોટી સમાધિ કહી રહ્યા છો કારણ કે આ સમાધિ મારી છે રામદેવજીએ પૂછ્યું બહેન, તમે કેવી રીતે કહી શકો કે આ સમાધિ તમારી છે.

ત્યારે આ અંગે દાલીબાઈએ કહ્યું કે જો આ જગ્યા ખોદતા આતિ, દોરા અને કાંગસી બહાર આવશે તો આ સમાધિ મારી હશે. અને દલીબાઇ ની આ વાત ઉપર જ્યારે ગામલોકોએ કબર ખોદી હતી, ત્યારે ફક્ત તે વસ્તુઓ જે દલીબાઈએ જણાવી હતી તે કબરના પત્થરમાંથી મળી હતી અને ત્યારે રામદેવજીને ખબર પડી કે આ કબર દલીબાઇની સત્ય છે અને ત્યારે દલીબાઈએ પોતાનું સત્ય બતાવતાં ભગવાનને કહ્યુ હે ભગવાન હમણાં તમારે આ દુનિયામાં ઘણી વસ્તુઓ કરવાની બાકી છે, અને તમે અમને વિદાય આપી રહ્યા છો. ત્યારે રામદેવજીએ તેની બહેન દલીબાઈને આ દુનિયામાં આવવાનું કારણ આપતાં કહ્યું કે હવે આ સૃષ્ટિમાં મારે કોઈ કામ બાકી નથી અને ભલે હું આ દુનિયાને ભૌતિક રીતે છોડી રહ્યો છું,

પણ મારા ભક્તનું હું એક પુકાર પર તેની મદદ કરવા માટે હંમેશાં હાજર રહીશ.રામદેવજી કહેવા લાગ્યા કે ઓ ડાળી ભગવાન પ્રત્યેની તમારી ભક્તિથી હું ખૂબ જ ખુશ છું અને આજ પછી તમારા બધા લોકો મારા સ્તોત્રો ગાયા કરશે અને રિખીયા કહેવાશે એમ કહીને રામદેવજીએ દાલીબાઈને વિષ્ણુરૂપની દ્રષ્ટીઓ આપી જેને દાલીબાઈ ધન્ય થઈ ગયા અને રામદેવજીની સમક્ષ સમાધિમાં સમાઈ ગઈ નોંધપાત્ર વાત એ છે કે દાલીબાઈ બાબા રામદેવ એક ઝાડ નીચે મળી આવ્યા હતા અને આ વૃક્ષ મુખ્ય મંદિરથી લગભગ 3 કિલોમીટર દૂર આવેલું છે.

જે આજકાલ નેશનલ હાઇવે 15 પર આવે છે. મિત્રો એવું કહેવામાં આવે છે કે જ્યારે રામદેવજી નાનપણમાં હતા ત્યારે તેમને આ ઝાડ નીચે એક નવજાત શિશુ મળી હતી અને તે એક બાળકી હતી અને જ્યારે બાબા રામદેવજીએ આ છોકરીને તેની બહેન બનાવી અને તેનું નામ દાલીબાઇ રાખ્યુ હતુ અને હાવૅ આ ઝાડને હવે દાલીબાઇ કી જલ તરીકે ઓળખવામાં આવે છે અને ઘણા ભક્તો પણ અહીં દર્શન માટે પહોંચે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…