સાવરકુંડલાના બાઢડા ગામ પાસે સર્જાયો ગંભીર અકસ્માત: બેકાબુ ટ્રક બન્યો યમરાજ, ‘9 લોકોને ભરખી ગયો કાળ’

447
Published on: 10:35 am, Mon, 9 August 21

અકસ્માતની ઘટના અવાર-નવાર બનતી રહે છે, આવી જ એક ઘટના સાવરકુંડલામાં ખુબ જ ભયાનક બની છે. અમરેલીના સાવરકુંડલા નજીક મોડીરાત્રે ભયંકર અકસ્માત સર્જાયો છે. બાઢડા નજીક ટ્રક ઝૂંપડામાં ઘુસતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે, જેમાં ટ્રક નીચે કચડાઈ જવાથી 9 લોકોના દર્દનાક મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા છે.

અમરેલીના સાવરકુંડલા નજીક ભયંકર અકસ્માતની ઘટના રાત્રિના 3 વાગ્યા આસપાસ બની છે. સાવરકુંડલા તંત્રએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે. બાઢડા ગામ નજીક રાતે 3 વાગ્યા આસપાસ ગોજારો અકસ્માતમાં રોડની સાઇડમાં સૂતા પરિવાર પર એક ટ્રક કાળ બનીને ત્રાટક્યો હતો. કાળ બનીને આવેલા ટ્રકે 9 લોકોને કચડ્યા છે અને 4થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

જાણવા મળી રહ્યું છે કે, ટ્રક મહુવા તરફ જતો હતો. ત્યારે ડ્રાઇવરે કોઈ કારણોસર કાબુ ગુમાવતા રોડની સાઈડમાં સૂતેલા ઝૂંપડાઓ પર ટ્રક ચઢી ગયો હતો. રસ્તાની સાઇડમાં ઝૂંપડા બાંધી ઊંઘી રહેલા લોકો માથે ટ્રક ચડી જતા 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.

જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સાવરકુંડલા પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. ટ્રક ક્યાંથી આવતો હતો અને કેવી રીતે બેલેન્સ ગુમાવી દીધું? વગેરે સહિતની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

અમરેલી-સાવરકુંડલાના બાઢડા નજીક થયેલા અકસ્માતની ઘટનાના નિરીક્ષણ માટે અમરેલી એસપી નિરલિપ્ત રાય પહોંચ્યા છે. આ ઘટનામાં મૃતકોના પરિવારને CM વિજય રૂપાણીએ રૂ.4–4 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે. જેમાં સાવરકુંડલા સરકારી તંત્રે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…