નખત્રાણા પાસે બાઈક અને ટ્રેલર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત- ઘટના સ્થળે જ નવ યુવાનનું કરૂણ મોત

185
Published on: 5:24 pm, Sat, 19 March 22

અકસ્માતનાં કિસ્સાઓ અવાર-નવાર બનતાં જ રહે છે. અકસ્માતમાં ઘણાં લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યાં છે. આજની યુવા પેઢી પોતાની મોજમાં ગાડી ચલાવતા હોય છે જે મોતની સજા બને છે. નખત્રાણા તાલુકાના મથલ પાસે ગઈકાલે શુક્રવારે મોડી સાંજના 07:30 વાગ્યાની આસપાસ માતાના મઢ તરફથી આવતો 21 વર્ષીય યુવાનનું ટ્રેલર સાથે અથડાતાં સર્જાયો અકસ્માત.

21 વર્ષીય નવ યુવાન ભાવેશ ભીમજી ગોહિલ તેના ગામ ભૈરયા બાજુ જતો હતો. ત્યારે બસ મથક પાસે સામેથી આવી રહેલા ટ્રેલર નંબર GJ 12 એટી 5816 સાથે તેના બાઈક નંબર GJ12 સીઆર 7730ની જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, હતભાગી યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું નખત્રાણા પોલીસે જણાવ્યું હતું. નખત્રાણા તાલુકાના મથલ પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં આશાસ્પદ યુવકનું મોત થતા તેના ગામ ભૈરયામાં ભારે ગમગીની પ્રસરી જવા પામી હતી.

બનાવના પગલે નખત્રાણા પોલીસે તાત્કાલિક પહોંચી યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી દવાખાને ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે હતભાગીને મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરી હતી અને પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…