ગુજરાત રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા પડતા સેકંડો ખેડૂતો પડ્યા પર પાટુ જેવી સ્તિથીમાં મુકાયા

356
Published on: 10:54 am, Mon, 25 October 21

ગુજરાતમાં કમોસમી વરસાદ થતાં જગતનો તાત મુકાયો છે ચિંતામાં. રાજ્યમાંથી ચોમાસાની લગભગ વિદાય થઈ ગઈ હતી, ત્યારે બીજી તરફ ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદે પરિસ્થિતિ કફોડી કરી દીધી છે. ગુજરાતના હળવદ પંથક, જામકંડોકણસ જેતપુર અને દ્વારકા જીલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. હળવદ શહેર  સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક હવામાન પલટાતાં વરસાદ થયો.

રણજિતગઢ ,ધનાળા સહિતના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડયો હતો. રણજીતગઢ ગામમાં પાક હજી ખેતરમાં પડ્યો હોવાથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. જામકંડોરણમાં ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. દીપાવલીના તહેવારો નજીક આવતા હવામાને પોતાનો મિજાજ બદલ્યો છે. સૌરાષ્ટ્રમાં સવારના ભાગમાં ફૂલ ગુલાબી ઠંડી પડે છે ત્યારે, આજે વાતાવરણ પલટાતા રાજકોટ, સાવરકુંડલા અને દ્વારકા પંથકમાં કમોસમી માવઠું થતા,

ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટુ જેવી થઇ છે. આજે સવારના ભાગથી જ વાતાવરણ વાદળ છાયું હતું ત્યારે, રાજકોટ જીલ્લાના ધોરાજી, જામકંડોરણા,વીરપુર ,જેતપૂરમાં ધોધમાર વરસાદ પડતા ખેતરમાં રહેલા ઉભા પાકને ભારે નુકસાન થયું હતું. આવી જ સ્થિતિ સાવરકુંડલાનાં ગ્રામ્ય વિસ્તારની રહી હતી.

ભમોદારા સહિતના વિસ્તારમાં અચાનક જ કમોસમી વરસાદ થતા ખેડૂતો હેબતાઈ ગયા હતા. મગફળી અને કપાસના ઉભા પાકને નુકશાન પહોચ્યું છે. સૌરાષ્ટ્રના દ્વારકામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતિત કરી મુક્યા છે. સલાયા પંથકમાં 20 થી 25 મીનીટના વરસાદે ખેતરોને ભરી મુક્યા હતા. શિયાળાની શરૂઆતમાં જ આ સ્થિતિ રહી તો,આખો શિયાળો કેવી રીતે નીકળશે તેની ચિંતામાં ખેડૂતો મુકાય ગયા છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…