આ સંજીવની ઉપાયથી ગમે એવો ડેન્ગ્યુ તાવ પણ મટી જશે

146
Published on: 5:59 am, Mon, 5 April 21

ડેન્ગ્યૂ તાવ ખુબ ગંભીર બીમારી છે જો આ તાવ થોડા સમયમાં સારો ના થાય તો તે જીવલેણ પણ બની શકે છે. ડેન્ગ્યૂ તાવમાં શરીરની પ્લેટલેટ્સ ઘણી ઝડપથી ઘટવા લાગે છે. મચ્છરોથી ફેલાતાં આ સંક્રમણમાં દર્દીને સાંધામાં દુખાવો થાય છે. વારંવાર ચક્કર આવે છે. આ ભયંકર તાવ વ્યક્તિના મોતનું કારણ પણ બની શકે છે. દર્દીને આ ગંભીર સમસ્યાથી છૂટકારો અપાવવા માટે ડૉક્ટર ગ્લૂકોઝ ઉપરાંત એન્ટી બાયોટિક અને એસિડિટીના ઇન્જેક્શન આપી દેતા હોય છે.

તેની સંખ્યા 50 હજારની નીચે જતાં જ દર્દીના જીવનું જોખમ થઇ શકે છે. તમે કેટલાક ઘરેલૂ નુસ્ખાથી આ પ્લેટલેટ્સને રિકવર કરી શકો છો. જ્યારે કેટલાય ઘરેલૂ ઉપચારોથી પણ દર્દીના પ્લેટલેટ્સ વધારી શકાય છે. એક વ્યક્તિના શરીરમાં સામાન્ય રીતે 1.5 લાખથી લઇને 4 લાખ સુધી પ્લેટલેટ્સ હોય છે.

ગિલોયનાં પાંદડાં
10 ગિલોયના વેલાનાં ટુકડા તોડીને તેને 2 લીટર પાણીમાં થોડુંક આદુ અને બે ચપટી અજમા સાથે 5-7 મિનિટ સુધી ઉકાળો. તેને હુંફાળુ કરીને દર્દીને ખાલી પેટ આપવાથી ચમત્કારી લાભ મળે છે. ગિલોયનાં પાંદડાંનો જ્યુસ અથવા પાણી નિયમિત રીતે પીવાથી પણ ડેન્ગ્યુના તાવનો સંકટ ટાળી શકાય છે.

દાડમ
દાડમ પણ એક પૌષ્ટિક ફળ છે. તેમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન મળી આવે છે. જે હીમોગ્લોબિન અને પ્લેટલેટ્સનું પ્રમાણ વધારવામાં ઘણું મદદરૂપ સાબિત થાય છે. દાડમનો જ્યુસ ઘરે તૈયાર કરો અને દર્દીને દરરોજ પીવડાવો.

પપૈયાના પાંદડાં
પ્લેટલેટ્સને વધારવામાં પપૈયાના પાંદડાંનો રસ એક રામબાણ ઇલાજ છે. વર્ષ 2009માં મલેશિયામાં કરવામાં આવેલા એક શોધમાં જાણવા મળ્યું છે કે ડેન્ગ્યૂના તાવમાં પપૈયાનાં પાંદડાં એક શાનદાર ઔષધિ છે. તમારે 10-20 મિલી લીટર પપૈયાનો રસ દિવસમાં દરરોજ પીવો જોઇએ..

બીટ
બીટમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી-ઑક્સીડેન્ટ મળી આવે છે. તેનું નિયમિત રીતે સેવન કરવાથી હીમોગ્લોબિન અને પ્લેટલેટ્સના પ્રમાણમાં સુધારો આવે છે. તમે ઇચ્છો તો દર્દીને તમે તેની સ્વાદિષ્ટ શાકભાજી બનાવીને પણ ખવડાવી શકો છો.. તેનો 10 એમએલ તાજો જ્યુસ પણ દર્દીને ફાયદો પહોંચાડી શકે છે.

કીવી
કીવીમાં વિટામિન-સી, વિટામિન-ઈ અને પૉલીફિનૉયલ હોય છે. દરરોજ એક કીવી સવાર-સાંજ ખાવાથી પ્લેટલેટ્સની સંખ્યા ઝડપથી વધવાની શરૂ થઇ જાય છે. આ ફળથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…