સલમાન ખાન નીકળ્યો છુપારુસ્તમ: દુબઇમાં રહે છે તેની પત્ની અને 17 વર્ષની દીકરી, જાણો સમગ્ર મામલો

437
Published on: 10:57 am, Fri, 23 July 21

સલમાન ખાનને બધા જાણતા જ હશે અને એ પણ જાણતા જ હશે કે તેણે લગ્ન કર્યા નથી પરંતુ એકા-એક એવું સામે આવ્યું છે કે સલમાન ખાનની પત્ની અને તેની પુત્રી દુબઈમાં રહે છે તો ચાલો જાણીએ સમગ્ર મામલો શું છે, સલમાન ખાનની પત્ની અને એક 17 વર્ષની દીકરી છે જે દુબઇમાં રહે છે.

એક યુઝરે દાવો કરતાં સલમાન ખાને અરબાઝ ખાનના ટોક શો ‘પિંચ’ પર પોતાની કોમેન્ટ આપી છે. આ દરમ્યાન અરબાઝ ખાને એક ટ્વીટ વાંચી જેમાં એક યુઝરે દાવો કર્યો હતો કે સલમાન ખાનની પાસે દુબઇમાં એક ઘર છે, પત્ની નૂર છે અને એક 17 વર્ષની દીકરી પણ છે.

સલમાને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ લોકો પાસે જરૂરિયાત કરતાં વધુ માહિતી હોય છે. આ નકામી વાતો છે. મને નથી ખબર કે આ લોકો કોના અંગે વાતો કરી રહ્યા છે. અરબાઝ ખાનનો ટોક શો 21મી જુલાઇના રોજ શરૂ થયો અને સલમાન આ સીઝનનો પહેલો ગેસ્ટ બન્યો. સલમાને શો પર એ તમામ ટ્રોલ્સના જવાબ આપ્યા જે તેના લગ્ન, ફિલ્મો, લાઇફસ્ટાઇલ, ઉંમર વગેરે પર ટિપ્પણી કરે છે. તેણે આગળ કહ્યું કે શું તેમને લાગે છે

કે હું તેમને જવાબ આપીશ કે કહીશ કે મારી કોઇ પત્ની નથી, હું હિન્દુસ્તાનમાં રહું છું, ગેલેક્સી એપાર્ટમેન્ટમાં જ્યાં મારા પિતા મારી ઉપરવાળા રૂમમાં રહે છે? આ એક એવી વાત છે જેને ભારતના તમામ લોકો જાણે છે. આ દરમ્યાન સલમાનને એ પણ પૂછવામાં આવ્યું કે ભારતમાં આજકાલ સેલિબ્રિટીઝના મૌન પર પ્રશ્ન કરવામાં આવે છે, તેના પર તેઓ શું વિચારે છે? સલમાન ખાનનો જવાબ હતો આ આપણા ઇરાદા પર નિર્ભર કરે છે.

દરેક સમસ્યાની બે બાબતો છે અથવા તો આપણે સમર્થનમાં છીએ અથવા તો વિરોધમાં. જો તમે કોઇના વિરોધમાં બોલો તો સમર્થન કરનાર તમારો પીછો કરે છે. શ્રેષ્ઠ એ રહેશે કે આ બધાથી દૂર રહેવું જ્યાં સુધી આ એકદમ જરૂરી ના હોય.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…