રૂક્ષમણીએ શ્રીકૃષ્ણને પૂછ્યું શા માટે તમને માત્ર રાધાજી જ પ્રિય છે? કૃષ્ણનો જવાબ વાંચીને તમે

212
Published on: 9:49 am, Thu, 15 April 21

મિત્રો, તમે રાધાજી અને શ્રી કૃષ્ણના પ્રેમ વિશે જાણતા જ હશો પરંતુ બંને ના વિવાહ થયા ન હતા. કૃષ્ણના વિવાહ રૂક્ષ્મણી સાથે કરવામાં આવ્યા હતા. રાધાજી અને કૃષ્ણનો સંબંધ એટલે પ્રેમની પરાકાષ્ઠા. એટલા માટે જ શ્રીકૃષ્ણ સાથે હંમેશા રાધાજીનું નામ બોલાય છે. કૃષ્ણ ભગવાનને અનેક ગોપીઓ પ્રેમ કરતી તેમની પત્નીઓ પણ કૃષ્ણને અપાર પ્રેમ કરતી, પરંતુ તેમ છતાં કૃષ્ણના હૃદયમાં રાધાજીનો જ વાસ રહેતો.

આ વાતનું કારણ રૂક્ષ્મણીજીએ પણ એકવાર પુછ્યું હતું કૃષ્ણને. ત્યારે શ્રીકૃષ્ણએ કંઈ આવો જવાબ આપ્યો હતો. એક દિવસ શ્રીકૃષ્ણને ભોજન કરાવ્યા બાદ રૂક્ષ્મણીજીએ તેમને દૂધ પીવા આપ્યું. ભગવાને દૂધનો પ્યાલો મોઢે માંડ્યો તો તેમને દૂધ અત્યંત ગરમ લાગ્યું અને તેમના મુખમાંથી શબ્દો નીકળી ગયા “હે રાધે”.

આ વાત સાંભળી રૂક્ષ્મણીજીએ ભગવાનને પુછ્યું કે, “એવું તો શું છે રાધામાં કે આજે પણ તમારા મુખમાં તેનું જ નામ આવે છે. હું પણ તમને અનહદ પ્રેમ કરું છું, તો મારું નામ કેમ તમારા મુખમાં નથી આવતું?” ભગવાને ચહેરા પર સ્મિત સાથે તેમને ઉત્તર આપ્યો કે, “દેવી તમે ક્યારેય રાધાને મળ્યા છો?” આ વાત સાંભળી રૂક્ષ્મણીજીએ રાધાને મળવા જવાનો નિર્ણય કરી લીધો. બીજા દિવસે તેઓ રાધાને મળવા તેના મહેલ પહોંચી ગયા. મહેલના એક કક્ષ બહાર એક અત્યંત સુંદર સ્ત્રી તેમને જોવા મળી, રૂક્ષ્મણીજીને તે સ્ત્રી રાધા હશે તેમ માની તેની નજીક ગયા તો તે સ્ત્રીએ તેમને જણાવ્યું કે તે તો રાધાની દાસી છે.

રાધારાણી સાત દ્વાર પછી મળશે. રૂક્ષ્મણીજી જેમ જેમ આગળ વધતાં ગયા તેમ તેમ એકથી એક સુંદર દાસીઓ તેને સામે મળી. રૂક્ષ્મણીજી જ્યારે સાત દ્વાર પાર કરીને રાધાજીના કક્ષમાં પહોંચ્યા તો તેમને જોતાં જ રહી ગયા. રાધાજી અત્યંત સ્વરૂપવાન અને તેજસ્વી હતા. તેમનું મુખ સૂર્યના તેજની જેમ ચમકતું હતું.

રૂક્ષ્મણીજી સહજ રીતે જ તેમને પગે લાગવા આગલ વધી ગયા. રાધાજીની નજીક જઈને જોયું તો તેમના શરીર પર ચાંદા જોવા મળ્યા. આ જોઈ રૂક્ષ્મણીજીએ તેમને પુછ્યું કે તેમને શું થયું છે? રાધાજીએ તેમને જણાવ્યું કે, “દેવી કાલે રાત્રે તમે કૃષ્ણને જે દૂધ આપ્યું હતું તે ખૂબ ગરમ હતું. તેની દાઝ પ્રભુના હૃદય સુધી પહોંચી હતી અને તેમના હૃદયમાં મારો વાસ છે તેથી એ દૂધના ચાંદા મારા પર પડ્યા!” રાધાજીનો ઉત્તર સંભાળીને રૂક્ષ્મણી ચોંકી ગયા અને કહેવા લાગ્યા ધન્ય છે તમારા અને શ્રી કૃષ્ણના પ્રેમને. આટલું કહી રૂક્ષ્મણીજી બોલ્યા આજે ખબર પડી કે શા માટે કૃષ્ણ તમને ભૂલી શકતા નથી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…