ગુજરાત માટે ખુબ જ અતિભારે રહેશે ‘ગુલાબ વાવાઝોડું’: જાણો ક્યારે ક્યાં અને કેટલો પડી શકે છે વરસાદ

13332
Published on: 9:54 am, Sun, 26 September 21

ભારતીય હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે ગુલાબ નામનું એક વાવાઝોડું રવિવારે સાંજે દક્ષિણી ઓડિશા અને ઉત્તરી આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારોમાં ત્રાટકી શકે છે. આ બધા વચ્ચે વાવાઝોડાની તીવ્રતા વધી ગઈ છે અને યેલો એલર્ટને અપડેટ કરીને ઓરેન્જ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

ત્યારે હાલ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. આખા ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચક્રવાતનાં કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે જેમા 27 સપ્ટેમ્બરથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં 27 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી જ ભારે વરસાદ શરૂ થવાની શક્યતા છે જ્યારએ 28 તારીખે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. IMD અનુસાર બંગાળની ખાડીમાં તૈયાર થયેલ ડીપ ડિપ્રેશન ધીમે ધીમે ભારત તરફ આગળ વધી રહ્યું છે, અત્યારે હાલ વાવાઝોડું 14 કિમીની ઝડપે દરિયાકાંઠા તરફ આગળ આવી રહ્યું છે.

IMDએ કહ્યું કે 26 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં આ વાવાઝોડું વિશાખાપટ્ટનમ અને ગોપાલપુરની વચ્ચે આંધ્ર પ્રદેશ હણે ઓડિશાના તટ પર ત્રાટકી શકે છે. નોંધનીય છે કે વાવાઝોડું ત્રાટકે ત્યારે 95 કિમી પ્રતિકલાકની ઝડપથી હવા ચાલે તેવી આશંકા છે. આટલું જ નહીં આગામી ત્રણ દિવસ સુધી દરિયામાં ન જવા માટે આદેશ આપવામાં આવ્યો ,

છે કારણ કે હજુ ત્રણ દિવસ સુધી સમુદ્રમાં ઊંચી ઊંચી લહેરો ઊઠવાની આશંકા છે. ઓડિશાના ગોપાલપુર અને વિશાખાપટ્ટનમની વચ્ચેથી રવિવારે ગુલાબ વાવાઝોડું ત્રાટકે તેવી આશંકા છે ત્યારે આંધ્ર પ્રદેશનાં દરિયા કિનારાનાં જિલ્લાઓમાં SDRF અને NDRFને તૈનાત કરી દેવામાં આવી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…