ભુપેન્દ્ર સરકારનું વધતું ટેન્શન: જૂનિયર ડોક્ટર એસોસિએશને કરી એવી માંગણી કે જાણીને..!

270
Published on: 12:25 pm, Sat, 27 November 21

વારંવાર કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કર્યા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી તમામ ડોક્ટર એસોશિએશન દ્વારા આજે બીજે મેડિકલ ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ જો માંગ નહીં સ્વાકારાય તો જૂનિયર તબીબોએ 29 નવેમ્બરે હડતાળની ચીમકી પણ ઉચ્ચારી છે અને આગામી દિવસોમાં આંદોલન પણ કરવામાં આવશે તેવું જણાવ્યું છે. તબીબોઓ જો માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

જૂનિયર તબીબો સવારે 10 કલાકે બીજે મેડિકલ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરી દેખાડો કરશે, તબીબોની માંગ છે કે રેસીડેન્ટ ડોક્ટરો પર કામનો બોજ વધ્યો છે. NEET PG કાઉન્સેલિંગ પાછળ ઠેલાતા નવા ડોક્ટરોની અછત વર્તાઈ રહી છે. જેથી આવનાર ડોક્ટરોની શૈક્ષણિક કારર્કિતી પણ પાછળ ઠેલાઈ છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. રોહન કૃષ્ણને કહ્યું છે કે,

NEET PGનું કાઉન્સેલિંગ અસ્થાયી રૂપે લંબાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય તદ્દન ખોટો છે. દેશભરના યુવાન ડોકટરો પહેલેથી જ રાત-દિવસ ડ્યુટી આપી રહ્યા છે, જેના કારણે તેમના તબીબી શિક્ષણને પણ અસર થઈ છે. આવી સ્થિતિમાં કાઉન્સેલિંગને વધુ ચાર અઠવાડિયા લંબાવવાનો નિર્ણય ખોટો છે. શુક્રવારે ડોક્ટરોના અલગ-અલગ રાષ્ટ્રીય સંગઠનો દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી છે.

ત્યારબાદ સફદરજંગ હોસ્પિટલ, RML અને લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોએ 27 નવેમ્બરે OPDમાં દર્દીઓની સારવાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી ઉપરાંત કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં પણ રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને સમર્થન આપવામાં આવી રહ્યુ છે.

અહેવાલો અનુસાર, આ રેસિડેન્ટ ડોક્ટરો દિલ્હી આવીને વિરોધ પ્રદર્શનમાં પણ ભાગ લેશે. જેને લઈને આ અંગે હાલ રાષ્ટ્રીય સ્તરે પણ વિરોધ શરૂ થયો છે. એસોસિએશનના પ્રમુખે કહ્યું કે, શનિવાર સાંજે પાંચ વાગ્યે દિલ્હીના જંતર-મંતર પર ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરશે.

સાથે જ તમામ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોને ઓપીડી બંધ રાખવા પણ અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનએ પણ આ હડતાળને સમર્થન આપ્યું છે. હડતાળને કારણે શનિવારે દિલ્હી સહિત દેશભરની હોસ્પિટલોમાં OPD સેવાઓ પ્રભાવિત થશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…