રસોડામાં રહેલી આ એક વસ્તુનું નિયમિત સેવન કરવાથી, ક્યારેય પણ નહીં ચડવા પડે હોસ્પિટલનાં પગથિયાં

234
Published on: 2:58 pm, Wed, 27 October 21

રસોડામાં રહેલાં ઘણાં મસાલાઓ એવાં હોય છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી હોય છે અથવા તેના સેવનથી ક્યારેય પણ શરીરમાં બીમારી આવતી નથી. લોકો બહારનું ખાવાના વધારે શોખીન હોય છે એટલે શરીરમાં અમુક બીમારીઓ તો ઘર કરીને બેસી જતી હોય છે, તો તે બધી બીમારીઓને દૂર કરવા માટે આપણે ઘણા પ્રયત્નો કરતા હોઈએ છીએ

પણ અમુક બીમારીઓ તો દૂર થતી જ નથી તો તે બધી બીમારીઓને દૂર કરવા માટે આપણે આ ઘરેલુ ઉપાય કરવો જોઈએ. જો તમારા શરીરમાં કોઈ પણ પ્રકારના દુખાવા થયા હોય કે શરીરમાં કફ કે ઉધરસ થઇ હોય તો તે બધી બીમારીઓને દૂર કરવા માટે તમારા ઘરના રસોડામાં રહેલી.

આ એક વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી બધી જ બીમારીઓ તમારા શરીરમાંથી દૂર થતી હોય છે. જે લોકોને કફને લગતી બીમારીઓ થઇ હોય કે પેટમાં કબજિયાતની સમસ્યા રહેતી હોય તે લોકોને રાત્રે સૂતી વખતે એક ચમચી અજમો અને થોડો ગોળ ચાવીને ખાઈને તેની ઉપર એક ગ્લાસ ગરમ પાણી પીને સુઈ જવું. તો તમારા શરીરમાંથી પેટને લગતી સમસ્યાઓ

અને કફ, ઉધરસ જેવી બધી જ બીમારીઓ દૂર થઇ જતી હોય છે. જો તમે અજમાને ગરમ પાણી સાથે ફાકી જાવો તો પણ તમારા શરીરમાં થતા બધા જ દુખાવા દૂર થતા હોય છે. જે લોકોને જમ્યા પછી પેટમાં ગડબડ થતી હોય તે લોકોને જમ્યા પછી અડધી ચમચી અજમો

અને એક ચમચીના ચોથા ભાગનું સિંધવ મીઠાને તમે હૂંફાળા પાણી સાથે ફાકી જવું. તો તમારા શરીરમાં ગેસ, એસીડીટી અને જમ્યા પછી પેટમાં ગડબડ થતી નથી. જે લોકોને ઉધરસ થઇ હોય તે લોકોને અડધી ચમચી અજમો અને અડધી ચમચી સાકર લઈને તેને નાગરવેલનાં પાનમાં મિક્સ કરીને તમે સવાર સાંજ બે ટાઈમ ખાશો તો તમને ઉધરસ આવતી હોય તે મટી જશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…