સાવધાન! 18 વર્ષથી મોટી ઉંમરના લોકો વેક્સીન મુકાવતા પહેલા ખાસ વાંચો આ લેખ, નહીંતર

240
Published on: 4:32 am, Sun, 2 May 21

કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક બનતાં સરકાર તરફથી વેક્સીન મુકવામાં આવે છે તેમાં પહેલી મે થી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોનાની વેક્સીનનો પહેલો ડોઝ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે વેક્સીનનો ડોઝ લેતા પહેલા અને પછી કેટલીક બાબતો એવી છે જેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

તેનું પાલન ના કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ભારતની જ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી કોવેક્સીનના 2 ડોઝ વચ્ચે ચાર અઠવાડિયાનું અંતર હોવું જરૂરી છે. જ્યારે ભારત બાયોટેકની કોવીશિલ્ડના 2 ડોઝ વચ્ચે 6 થી 8 અઠવાડિયાનું અંતર હોવું જરૂરી છે.

વેક્સીનનો પ્રથમ ડોઝ લીધા બાદ જો કોઈ વ્યક્તિને કોરોના થાય તો તેણે 2થી 4 અઠવાડિયા બાદ કોરોનાનો બીજો ડોઝ લેવો જોઈએ. કોરોનાના તમામ લક્ષણ દૂર થાય ત્યાં સુધી રાહ જોવી. તેવી જ રીતે જો કોઈ વ્યક્તિને તાજેતરમાં જ કોરોના થયો હોય અને તે વેક્સીન લેવાનું વિચારતો હોય તો તેણે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.

કોરોનાના તમામ લક્ષણ દૂર થયા બાદ તે 1થી 3 મહિનામાં વેક્સીન લઈ શકે છે. કોવેક્સીન અને કોવીશિલ્ડ કોરોના થતા રોકતી નથી પરંતુ ભવિષ્યમાં જો કોરોનાનું ઈંફેક્શન થાય છે તો તેની સામે રક્ષણ જરૂરથી કરે છે. વેક્સીનના 2 ડોઝ લીધા બાદ પણ જો કોરોના થાય છે તો ફરીથી વેક્સીન લેવાની જરૂરિયાત નથી. ઘણીવાર કોરોનાથી સંક્રમિત થયેલી વ્યક્તિમાં લક્ષણો જોવા મળતા નથી. આ વ્યક્તિ વેક્સીન લે છે તો તેને લક્ષણોને લઈને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તેની કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળતી નથી. વેક્સીનના ડોઝ શરીરમાં ઈમ્યુન રિસ્પોન્સ વધારવાનું કામ કરે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…