રામાયણનું એક ઘુંટાતું રહસ્ય: રાવણે માત્ર માતા સીતાનું નહી પરંતુ શ્રીરામના માતા કૌશલ્યાનું પણ કર્યું હતું અપહરણ

264
Published on: 12:11 pm, Tue, 6 July 21

આજે અમે તમને અમે તમને એક કડવી હકીકત જણાવીશું, જે જાણીને તમને ઝટકો લાગશે. વાલ્મીકિ રામાયણ વિશે તો આપણે બધા જ જાણીએ છીએ. એની કથાઓ સાંભળી ચૂક્યા છીએ, પરંતુ 15મી શતાબ્દીમાં શ્રીરામ ઉપર લખાયેલા એક ગ્રંથ આનંદ રામાયણ વિશે ખૂબ ઓછા લોકોને ખબર છે. આ ગ્રંથના લેખક વિશે કોઈ અધિકૃત માહિતી નથી. એક માન્યતા એવી પણ છે કે વાલ્મીકિએ જ આ ગ્રંથ પણ લખ્યો હતો.

આ ગ્રંથમાં વર્ણવેલી એક કથા મુજબ રાવણે સીતાજીનું હરણ કર્યું એનાં વર્ષો પહેલાં શ્રીરામનાં માતા કૌશલ્યાનું પણ અપહરણ કર્યું હતું. આનંદ રામાયણના વર્ણન અનુસાર રાવણ તો પ્રકાંડ જ્ઞાની હતો. તેને જાણ થઈ ગયું હતું કે તેનું મૃત્યુ શ્રીરામના હાથે થવાનું છે. તેને બ્રહ્માજીએ વાત જાણવા મળી હતી કે રાજા કૌશલની પુત્રી કૌશલ્યાના વિવાહ અયોધ્યાના રાજા દશરથ સાથે થશે. એમના સંસાર થકી જન્મનાર પુત્ર શ્રીરામ રાવણનો વધ કરશે.

આ જ્ઞાન મળ્યા પછી રાવણે પોતાનું મૃત્યુ ટાળવા માટે રાજા દશરથને હણવાનો નિશ્ચય કર્યો. તે અયોધ્યા પહોંચ્યો તો રાજા દશરથ પોતાના મંત્રીગણ અને સખાઓ સાથે સરયૂમાં જળક્રીડા કરી રહ્યા હતા. રાવણ સંતાઈને બેઠા અને તક મળતાં જ રાજા દશરથની હોડી પાણીમાં ડુબાડી દીધી. ત્યાંથી રાવણ સીધો કૌશલપુરી પહોંચ્યો. ત્યાં જઈ રાજા કૌશલ સામે યુદ્ધ આદર્યું. યુદ્ધમાં કૌશલરાજને હરાવી દીધા પછી રાવણે કૌશલ રાજની પુત્રી અને કૌશલપ્રદેશની રાજકુમારી કૌશલ્યાનું અપહરણ કરી લીધું.

રાવણે કૌશલ્યાનું અપહરણ કર્યા પછી તેને એક લાકડાની પેટીમાં પૂરી દીધી એ પેટી તિમિંગલ નામની માછલીના મોંમાં મૂકી દીધી. પછી એ પોતાની લંકાનગરી પાછો જતો રહ્યો. તિમિંગલ માછલી પોતાના મોંમાં એક પેટી લઈને જળક્રીડા કરતી કરી રહી હતી. ત્યાં જ તેને પોતાનો કાતિલ દુશ્મન સામો મળ્યો. તિમિંગલે પોતાના મોંમાં રાવણે સોંપેલી લાકડાની પેટી એક નિર્જન ટાપુ ઉપર મૂકી દીધી.

તે પોતાના શત્રુ સાથે લડવા નીકળી પડી. આ બાજુ સરયૂમાં રાવણે જે હોડી ડુબાડી દીધી હતી એ હોડીનું એક પાટિયું પકડીને પોતાનો પ્રાણ બચાવનાર રાજા દશરથ એ પાટિયા સાથે તરતાં તરતાં એ જ નિર્જન ટાપુ ઉપર પહોંચી ગયા. સાવ નિર્જન ટાપુ ઉપર લાકડાની પેટી જોઈને દશરથને આૃર્ય થયું. તેને થયું, આ લાકડાની પેટી તો અજાયબ ઘટના છે. લાવ, પેટી ખોલીને જોઉં તો ખરો કે અંદર શું છે! રાજા દશરથે પેટી ખોલી તો એમાં કૌશલ્યા હતી. પેટીમાં એક યુવાન સૌંદર્યવાન યુવતીને જોઈ રાજા દશરથ મૂંઝાઈ ગયા!

થોડીકવાર પછી દશરથે કન્યાને પૂછયું દેવી! આપ કોણ છો? હું કૌશલનરેશની પુત્રી કૌશલ્યા છું. યુવાન તમે કોણ છો? રાજા દશરથે કહ્યું, હું અયોધ્યાનો રાજા દશરથ છું. કૌશલ્યાએ પૂછયું, આપ અહીં, આ ભાંગેલા પાટિયા સાથે ક્યાંથી? દશરથે પોતાની સાથે બનેલી ઘટના કહી. પછી કૌશલ્યાએ રાવણે તેના પિતાને હરાવીને પોતાનું અપહરણ કર્યાની વાત કહી. રાજા દશરથે કહ્યું, આપ મારી સાથે ગાંધર્વ વિવાહ કરશો? તરત કૌશલ્યાએ હા પાડી અને બંનેએ ગાંધર્વ વિવાહ કરી લીધા.

હવે સવાલ ઊભો થયો આ નિર્જન ટાપુ ઉપરથી નીકળવાનો. દશરથે કહ્યું, દેવી! એ માછલી જરૂર આપને લેવા પાછી આવશે. એની રાહ જોઈએ. પછી રાજા દશરથ પણ એ જ પેટીમાં કૌશલ્યા સાથે પુરાઈ ગયા. તિમિંગલ માછલી પોતાના દુશ્મનને હણીને પાછી આવે છે અને પેલી પેટી પોતાના મોંમાં લઈને ફરી જળક્રીડા કરવા લાગી. રાવણ પોતાના મૃત્યુને ટાળી શક્યો છે એમ માનીને બ્રહ્મા પાસે જઈને કહે છે, બ્રહ્માજી, હવે મારું મૃત્યુ શક્ય નથી. મેં દશરથને ડુબાડી દીધા છે અને કૌશલ્યાનું હરણ કરી સંતાડી દીધી છે.

બ્રહ્માજીએ કહ્યું, વિધિનું વિધાન જો! તારા આ દુઃસ્સાહસના કારણે જ દશરથ અને કૌશલ્યાનું મિલન થઈ ચુક્યું છે, પ્રણય થઈ ચૂક્યો છે અને વિવાહ પણ થઈ ગયા છે. રાવણ કહે છે, એવું શક્ય જ નથી. તે તિમિંગલ માછલીને બોલાવે છે. એના મોંમાં પેટી બતાવીને બ્રહ્માજીને કહે છે, કૌશલ્યા તો આ પેટીમાં કેદ છે. એના વિવાહ શી રીતે થઈ શકે? બ્રહ્માજી કહે છે, પેટી ખોલીને જો તો ખરો. રાવણ પેટી ખોલે છે તો એમાં દશરથ અને કૌશલ્યા બંને હોય છે. રાવણ ક્રોધિત થઈ પોતાની તલવાર કાઢે છે.

બ્રહ્માજી કહે છે, તલવાર ચલાવતાં પહેલાં જાણી લે રાવણ કે જે થવાનું છે તે થઈને જ રહે છે! એને રોકી શકાય નહીં. જો તું દશરથ અને કૌશલ્યાને મારીશ તો એ ત્રણ કરોડ થઈ જશે. કેટલાને મારીશ. દશરથ-કૌશલ્યા બચી જ જશે અને શ્રીરામનો જન્મ થઈને જ રહેશે. એમના હાથે તારો વધ નિશ્ચિત છે. એ સ્થિતિમાં તારો વધ થવા છતાં તારી મુક્તિ નહીં થાય. જો તું આ લોકોને અત્યારે નહિ જવા દઈશ તો પણ શ્રીરામનો જન્મ નિશ્ચિત છે. એમના હાથે તારો વધ પણ નિશ્ચિત છે, પરંતુ અત્યારે એમને જીવનદાન આપવાથી તારી મુક્તિ થઈ જશે. અને એ રીતે શાપના વધુ એક બંધનમાંથી તું મુક્ત થઈ શકીશ!

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…