‘રમા એકાદશી’ નું વ્રત કરવાથી વિષ્ણુ અને લક્ષ્મીજી થશે અતિ પ્રસન્ન- કૃપા વર્ષાથી થશે ધનનાં ઢગલાં

216
Published on: 6:12 pm, Sat, 30 October 21

આસો માસના વદ પક્ષની એકાદશી 1 નવેમ્બરે આવી રહી છે કે. જેને રમા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ તેમજ તેમના અવતારો માટે વ્રત-ઉપવાસ કરવા જોઈએ. એવી માન્યતા રહેલી છે કે, રમા એકાદશીએ કરાતા વ્રતથી ભગવાન વિષ્ણુની વિશેષ આશીર્વાદ મળે છે.

રમા મહાલક્ષ્મીનું જ એક નામ છે. આ દિવસે વિષ્ણુજીની સાથોસાથ જ દેવી લક્ષ્મીનો પણ અભિષેક કરવો જોઈએ. ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો પણ અવશ્યપણે જાપ કરવો જોઈએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા જણાવે છે કે, દિવાળી પહેલાં રમા એકાદશીએ વિષ્ણુ-લક્ષ્મીની પૂજા કરવાનું ખાસ મહત્ત્વ રહેલું છે.

એકાદશીએ સવારમાં વહેલા જાગીને સ્નાન કર્યા બાદ ઘરમંદિરમાં વ્રત-પૂજા કરવાનો સંકલ્પ કરવો જોઈએ. આ દિવસે જે કોઈ લોકો નિરાહાર રહેવા ઇચ્છતા હોય તો તેઓ એવા પ્રકારના વ્રતનો સંકલ્પ કરે તેમજ જે લોકો નિરાહાર રહી શકતા નથી, તેઓ ફળાહાર અને દૂધના સેવન સાથે વ્રત કરી શકે છે.

આ એકાદશીએ શ્રીકૃષ્ણની પણ ખાસ પૂજા કરવિ જોઈએ. બાળકૃષ્ણની મૂર્તિનું વિધિ પૂર્વક પંચોપચાર પૂજા કરવિ જોઈએ. જો તમે સ્વયં પૂજા કરી શકો એમ ન હો તો તો કોઈ બ્રાહ્મણની પણ મદદ લઈ શકો છો. સાથે જ બાળ ગોપાલનો કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરવો જોઈએ. આની માટે દક્ષિણાવર્તી શંખનો ઉપયોગ કરવો જોઈએ.

બાદમાં શુદ્ધ જળથી બાળ ગોપાલનો અભિષેક કરવો જોઈએ. બાળ ગોપાલને હાર-ફૂલ ચઢાવીને નવા વસ્ત્ર પહેરાવવા જોઈએ. તુલસીની સાથે માખણ-મિશ્રીનો ભોગ ધરાવવો જોઈએ. આ દરમિયાન ‘કૃં કૃષ્ણાય નમઃ’ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરવી જોઈએ.

પૂજા કર્યા બાદ પ્રસાદ લઈને અન્ય લોકોને પણ વહેંચવો જોઈએ. સવાર-સાંજ ભગવાનની પૂજા કરવી જોઈએ. જો સંભવ હોય તો આ દિવસે શ્રીમદભાગવત તેમજ ગીતાનો પાઠ કરવો જોઈએ. સાથે જ સૂર્યાસ્ત બાદ તુલસીની પૂજા કરવી જોઈએ. આની માટે તુલસી પાસે દીવો પ્રગટાવીને પરિક્રમા કરવી. ખાસ ધ્યાન રાખો કે, તુલસીનો સ્પર્શ કરવો જોઈએ નહીં. સૂર્યાસ્ત પછી તુલસી સ્પર્શ કરવાથી દોષ લાગે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…