રાકેશ ટિકૈતના એલાનથી મોદી સરકારનું વધ્યું ટેન્શન, જાણો એક ક્લિક પર શું કરી માંગણી

424
Published on: 3:49 pm, Mon, 29 November 21

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે સંસદના શિયાળુ સત્રની શરૂઆતમાં જ ત્રણેય કૃષિ કાયદા રદ્દ કરતું બિલ લોકસભામાં રજૂ કરતા સાંસદોએ પાસ કર્યું હતું. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે રવિવારે માંગ કરી હતી કે કેન્દ્ર દેશમાં ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે પાકના લઘુત્તમ ટેકાના ભાવની ખાતરી આપવા માટે કાયદો લાવે.

સંયુક્ત શેતકરી કામદાર મોરચાના બેનર હેઠળ આઝાદ મેદાનમાં આયોજિત ‘કિસાન મહાપંચાયત’માં ભાગ લેવા મુંબઈ પહોંચેલા ટિકૈતે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે MSPના સમર્થક હતા. આમ સરકાર દ્વારા ત્રણેય કૃષિ કાયદા પરત લેવા અંગેના નિર્ણયનું આ પ્રથમ પગલું હતું.

ગાઝીપુર બોર્ડર પર મોરચો માંડીને બેઠેલા ખેડૂત આંદોલનકારીઓએ ઘર વાપસીને નનૈયો ભણ્યો છે. છેલ્લા એકવર્ષથી દિલ્હીની સરહદો પર અડિંગો જમાવીને કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખીને મોદી સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી હતી.

જેને લઈને આજે સંસદમાં  Farm Laws Repeal Bill, 2021 કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જે પાસ થયું છે. જો કે, આ બિલને લઈને વિપક્ષોએ ચર્ચા કરવાની માગણી કરી હતી અને હોબાળો મચાવ્યો હતો. ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,

સરકાર ઇચ્છી રહી છે કે દેશમાં કોઈ આંદોલન ન થાય. સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, MSP, મૃતક ખેડૂતોના પરિવારજનોને આર્થિક સહાય સહિતના અનેક મુદ્દાઓનો હજી કોઇપણ પ્રકારનો ઉકેલ આવ્યો નથી. ત્યારે આ મુદ્દાઓનો જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે હજી ઘરવાપસી નહીં કરીએ અને આંદોલન પણ યથાવત જ રહેશે.

તેમણે મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, અમે ઈચ્છીશું, દેશ ઈચ્છશે કે ભારતની સંસદ આ સત્ર અને આવનારા તમામ સત્ર,આઝાદીના લડવૈયાઓની ભાવનાને અનુકૂળ દેશહિતમાં ચર્ચા કરે. દેશની પ્રગતિ માટે રસ્તાઓ ખોલે. જો કે, વિપક્ષે પ્રધાનમંત્રી મોદીની આ અપીલ સ્વીકારી નહોંતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું-સંસદનું આ સત્ર ખૂબ જ મહત્વનું છે,

દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, હિન્દુસ્તાનની ચારેય દિશાઓમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રચનાત્મક, સકારાત્મક,જનહિત, રાષ્ટ્રહિત માટે, સામાન્ય નાગરિકો માટે અનેક કાર્યક્રમો કરી રહ્યા છીએ. આઝાદીના લડવૈયાઓએ જે સપના જોયા હતા, તેમના સપનાઓ પૂર્ણ કરવા માટે દેશના સામાન્ય નાગરિકો પણ કોઈ દાયિત્વ નિભાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વાત આપણા ભારતના ઉજ્જળ ભવિષ્ય માટે શુભ સંકેત છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…