અરે બાપ રે! રાજકોટવાસીઓ ફક્ત 1 મહિનામાં જ ઝાપટી ગયા ગાંજા મિશ્રિત 170 કિલો ચોકલેટ

313
Published on: 10:52 am, Sat, 17 July 21

ચોકલેટ તો બધા લોકોની ખુબ જ પ્રિય હોય છે. અમુક લોકો જ એવાં હશે જેને ચોકલેટ પસંદ ના હોય. 190 કિલો નશીલી ચોકલેટ હાથ લાગી તે પહેલા ધોમ વેચાણ થઇ ગયું હતું. રાજ્યભરમાં માદક પદાર્થોનું વેચાણ કરતા શખ્સો ઉપર તૂટી પડવાની સુચના અન્વયે સી.આઈ.ડી. ક્રાઈમની ટીમે કોઠારિયા રોડ ઉપર આવેલ તિરુપતિ સોસાયટીમાં દરોડો પાડી મૂળ બિહારના હાલ છેલ્લા 15 વર્ષથી રાજકોટમાં રહેતા રાજેન્દ્ર પ્રસાદ બીશ્નુંપ્રસાદ ગુપ્તાની ધરપકડ કરી હતી.

કાનપુરથી ટ્રાન્સપોર્ટમાં માલ મંગાવતો બિહારી શખ્સ છ દિવસ શહેરના કોઠારિયા રોડ ઉપર તિરુપતિ સોસાયટીમાં સી.આઈ.ડી. ક્રાઈમની ટીમે દરોડો પાડી પરપ્રાંતીય શખ્સને ગાંજા મિશ્રિાત ચોકલેટના જથ્થા સાથે દબોચી લઇ 6 દિવસના રિમાન્ડ મેળવી પુછતાછ કરતા પોતે એક માસ પૂર્વે 360 કિલો ચોકલેટ મંગાવી હતી.

જે પૈકી 170 કિલોનો જથ્થો વેચી નાખ્યો છે આ જથ્થો કાનપુરથી ટ્રાન્સપોર્ટમાં મંગાવ્યો હોવાનું જણાવતા તે દિશામાં તપાસ હાથ ધરી છે. રાજકોટમાં ગાંજા મિશ્રિત 170 કિલો ચોકલેટ બંધાણીઓ આરોગી ગયા હોવાનું જાણવા મળતા મૂળ સુધી પહોચવા પોલીસ આરોપીને લઈને કાનપુર તપાસ અર્થે જશે.

અને તેની પાસેથી ગાંજા મિશ્રિાત 789 ચોકલેટના પેકેટનો જથ્થો કબજે કર્યો હતો અને આ અંગે આજી ડેમ પોલીસમાં ગુનો નોંધાવતા પી.આઈ. વી.જે.ચાવડા સહિતના સ્ટાફે તપાસ અર્થે કોર્ટમાં રજુ કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…