સગીર યુવતી સાથે શાળાના બાથરૂમમાં બે-વાર ‘શરીર સુખ માણ્યા’ બાદ છોકરાએ કહ્યું આપણા લગ્ન શક્ય નથી- જાણો ક્યાંની છે આ ઘટના

302
Published on: 10:13 am, Sat, 3 July 21

દુષ્કર્મ, છોકરીઓ સાથે શારીરિક-સબંધ વગેરે જેવી ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે. પરંતુ આ બધા કેસો પર કોઈ ખાસ એક્શન લેવામાં આવતી નથી. આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. સગીર દીકરીઓને ફસાવી બદકામ કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. શહેરના સામા કાંઠે રહેતા એક પરિવારના માતાએ તેની 15 વર્ષની સગીર દીકરીને લગ્નની લાલચ આપી બબ્બે વખત દુષ્કર્મ કરવા અંગે સુરતના શેખર સુરતભાઈ આહુજા સામે બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,

ગત 12 તારીખે હું જાગી ત્યારે જોયું તો દીકરી ઘરે નહી. જેથી તેની બહેનપણી જે બાજુમાં રહે છે તેને પુછતાં સગીરા તેના કાકાના દીકરા ભાઈ જે સુરત રહે છે તેની સાથે વાત કરતી હોય કદાચ સુરત ગઈ હશે તેવું જણાવતા પતિ અને દિયર સુરત જતાં સંબંધીને ત્યાંથી દીકરી મળી આવી હતી.

ઘરે સુમસામ બેસી રહેતી દીકરીને પુછતાં તેણીએ ચોંકાવનારી કબુલાત આપી હતી. રણછોડનગરમાં આવેલ સરસ્વતી સ્કૂલમાં ચોકીદારી કરતા પરિવારની દીકરી બહેનપણી હોય તેના ઘરે જતાં સુરતથી આવેલ કાકાના દીકરા ભાઈ શેખર સાથે મિત્રતા થઈ હતી. માર્ચ 2021માં શેખરે આપણી જ્ઞાતિ અલગ છે.

જેથી માતા-પિતા લગ્ન માટે માનશે નહીં. પહેલા આપણે શરીર સુખ માણી લઈએ તેમ કહી સ્કુલના જ બિનઉપયોગી બાથરૂમમાં બે વાર શરીરસુખ માણ્યું હતું. એ પછી ઘરે કોઈને કહીશ તો બદનામ કરી નાંખીશ તેવી ધમકી આપી સુરત જતો રહ્યા બાદ દીકરી ફોન કરતી તો લગ્ન કરી લેશે તેવી સાંત્વના આપતો હતો. ગત 11 તારીખે શેખરે ઘરેથી પૈસા લઈને સુરત આવ આપણે લગ્ન કરી લઈએ.

તેમ કહેતા 12 તારીખે સવારે એસટી બસમાં બેસી સુરત ગઈ હતી. અડાજણ પાસે શેખરે આપણા લગ્ન શક્ય નથી, તું તારો રસ્તો કરી લે તેમ કહી તરછોડી દેતા સંબંધીને ત્યાં જતી રહી હતી. પરિવારને વાત કર્યા બાદ સુરતના શખ્સ સામે ફરિયાદ નોંધાવતા તપાસ મહિલા પોલીસને સોપવામાં આવી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…