જગતનો તાત ફરી મુકાશે ચિંતામાં: ગુજરતમાં ભર શિયાળે જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં-ક્યાં પડશે વરસાદ

607
Published on: 10:34 am, Sun, 28 November 21

દિવાળી પછી ફૂલ ઠંડીનો માહોલ બનેલો રહે છે, પરંતુ આ વર્ષ તો કંઈક અલગ જ થયું છે. હવામાન વિભાગે ફરી ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે. જેના કારણે જગતનો તાત ફરી ચિંતામાં મુકાઈ ગયો છે. અગામી 30થી 2 ડિસેમ્બર સુધી રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે.

પરંતુ વરસાદ મધ્ય એટલે કે ઓછો વરસાદ પડશે. ગુજરાતમાં હવે કમોસમી વરસાદ જાણે કે સામાન્ય બની ગયો છેે. ગત વર્ષે પણ ડિસેમ્બર માસમાં કમોસમી વરાસદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું હતું ત્યારે આ વર્ષે પણ 19 થી 22 નવેમ્બર સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો.

જેના કારણે ખેડૂતોના શિયાળુંના પાકને ભારે નુકશાન થયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ , તેમજ દીવમાં વરસાદ પડી શકે છે. ભર શિયાળે કમોસમી વરસાદની આગાહીને લીધે લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે.

ગુજરાતમાં સામાન્યથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે. સાથેજ લોપ્રેશરને કારણે ગાજવીજ સાથે પણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં, ખેડા, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં કમોસમી વરસાદ પડી શકે છે. સાથેજ ભરૂચ, સુરત, ડાંગ , અમરેલી અને જૂનાગઢમાં પણ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…