વરસાદે રાજકોટમાં મચાવી તબાહી: અનેક વિસ્તારોમાં ભરાયા પાણી અને ખેતરો બન્યાં તળાવ

688
Published on: 1:55 pm, Mon, 27 September 21

આજે સવારથી અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ જાણવા મળી રહ્યા છે. રાજ્યમાં આજથી આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં આજે વહેલી સવારથી ફરી એક વખત ધોધમાર વરસાદનું આગમન થયું છે. રાજકોટમાં સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, ધર્મેન્દ્ર રોડ, કાલાવડ રોડ, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, જંકશન પ્લોટ, ગાયકવાડી,

પોપટપરા, રેલનગર, જામનગર રોડ ઉપર ધોધમાર વરાસ્યો છે. વરસાદી માહોલ વચ્ચે શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા છે. ભાદરવો ભરપૂર વરસી રહ્યો હોય તેમ શહેરમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. મેઘાવી માહોલ વચ્ચે દિવસે જ અંધારું છવાયેલું છે. મેઘાવી માહોલ વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે.

જેને પગલે શહેરના રસ્તાઓ ફરી જળબંબાકાર થવા જઈ રહ્યા છે. રાજકોટના રસ્તાઓ ઉપર નદીઓ વહેવા લાગી છે. તો શહેરમાં ત્રણે ઝોનમાં વરસાદી વાતાવરણનું સામ્રાજ્ય છેવાયેલું છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…