આ સમયે પૃથ્વી પર આવશે પ્રલય અને થશે કળયુગ અંત, જાણો વર્ષો પહેલાં કરવામાં આવેલી ભવિષ્યવાણી વિશે

328
Published on: 11:35 am, Sun, 18 July 21

આજના યુગમાં, મોટા ભાગના લોકો માનવીય મૂલ્યોના અધોગતિ માટે કળિયુગને દોષી ઠેરવે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ આવી બાબતો સામે આવે છે ત્યારે લોકો કહે છે કે આ આખી કળીયુગની અસર છે. પરંતુ શું તમે જાણો છો કે કળિયુગનો અંત આપણા ધાર્મિક શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યો છે. આજે ખાસ આ લેખમાં તેના વિષે જ વાત કરી છે.

પુરાણોમાં લખ્યું છે કે કોઈપણ વ્યક્તિ, સંગઠન અથવા સમાજ કે જે વેદો સામે આચરણ કરે છે અને ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાને બગાડે છે, તે આગામી સમયમાં સંપૂર્ણ નાશ પામશે.અહી જે દુનિયાના અંતની ભવિષ્યવાણી આપી છે જે મોટા ભાગના લોકો નથી જાણતા, તો જાણીલો તમેપણ આ ભવિષ્યવાણી વિષે. કળયુગ એક એવો યુગ છે જેના પાપા, અસહિષ્ણુતા, અસ્વચ્છતા વગેરે ખૂબ જ માત્ર માં હશે. કળયુગ માં લોકો કેવા હશે અને ત્યારે જીવન કેવું હશે?

આ બધુ જ ભગવત પુરાણમાં ઉલ્લેખનીય છે. આજે જે પણ આપણે આ દુનિયા માં ઘટિત થતું જોઈ રહ્યા છીએ તેની ભવિષ્યવાણી પહેલા જ થઈ ચૂકી છે. તો ચાલો જાણીએ કે કળયુગ વિશે શું કહેવામા આવ્યું છે. કળયુગ માનવ કાળનો ચોથો યુગ છે, જેની અવધિ 4,32,000 વર્ષ છે. એવું કહેવામા આવ્યું છે કે આ યુગમાં પાપ કરવા વાળની સંખ્યા સૌથી વધારે હશે અને મનુષ્યનું આયુષ્ય 100 વર્ષ જ રહેશે.

આ યુગમાં ચોરી, વ્યભિચાર, છળ, કપટ, લૂંટ, હત્યા આ બધી જ સાધારણ બાબત હશે. કળયુગ માં જેની પાસે સૌથી વધારે ધન અને શક્તિ હશે લોકો તેને જ મહત્વ આપશે. આ યુગના બ્રાહમણ પણ માંસ ભક્ષણ કરવામાં સંકોચ નહીં કરે. કળયુગ માં વ્યક્તિ બાળકો પ્રત્યે એકલો સખત હશે કે તેનું ભવિષ્ય જ ખતરામાં નાંખી દેશે, બાળકો માટે આત્માનિર્ભર થવું કઠિન થઈ જશે. કપટી અને સ્વાર્થી વ્યક્તિને જ વિદ્વાન માનવમાં આવશે. કળયુગ માં ગરીબ વ્યક્તિને બેકાર ગણવામાં આવશે.

ભગવાનની ભક્તિમાં બહુ ઓછા લોકો જ વિશ્વાસ રાખશે. આ યુગ માં ભક્તિ કરવાનો સૌથી ઉતમ ઉપાય હરિ નામનો જપ કરવાનું બતાવવામાં આવ્યું છે. જેમ જેમ કળયુગ વધતો જશે તેમ તેમ આ બધા લક્ષણો મોટું સ્વરૂપ લઈ લેશે. કળયુગના અંતમાં પૂરી પૃથ્વી પર પાણીની અછત હશે, લોકો રોગગ્રસ્ત થઈ જશે અને બધી જ તરફ પાપ જ પાપ હશે. ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કિ અવતરમાં પ્રગટ થઈને પાપીઓનો નાશ કરશે. પૃથ્વી ફરી જલમય થઈ જશે અને આ જ સમય હશે પ્રલય આવવાનો. પ્રલય બાદ ફરી કાળચક્ર પુનઃ સતયુગ થી આરંભ થશે. આ રીતે પૃથ્વીનો નાશ થશે અને ફરી પૃથ્વી પર નવું જીવન આવશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…