સોમનાથ મંદિરના ઇતિહાસ વિશે બધાં જાણતા જ હશે. શ્રાવણ મહિનાનો ગુજરાતમાં અનેરો મહિમા છે. અહીયા ગુજરાત સિવાય પણ દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે આ 20 ઓગસ્ટના રોજ સોમનાથ મંદિરમાં વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવશે.
20 ઓગસ્ટના રોજ અમિત શાહ અને પીએમ મોદી દ્વારા વિકાસના કામોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પાર્વતી મંદિરનું પણ 20 તારીખના રોજ લોકાર્પણ કરવામાં આવશે. જેમા 30 કરોડના ખર્ચે પાર્વતી મંદિરના વિકાસના કામો કરવામાં આવ્યા છે. જે મંદિરનું પણ 20 તારીખે ખાતમુહર્ત કરવામાં આવશે.
જેમા કુલ 80 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ થશે. ટ્રસ્ટ દ્વારા હવે ઘન કચરાનો નિકાલ લાવવા માટે વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી હવે ત્યા ગંદકી પણ ઓછી રહેશે. ઉપરાંત સોમનાથ કલાકેન્દ્રમાં બનેલા પૌરાણિક સંગ્રહાલય લોકાર્પણ કરવામાં આવશે.
જેને જોવા માટે ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સોમનાથ મંદિર પાસે સમુદ્ર દર્શન માટે વોક વે પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી હવે શ્રદ્ધાળુઓ મંદિરે આવશે તો તે વોક વે પરથી દરિયાને નિહાળી શકશે. સાથેજ અહીયા જે મહારાણી અહલ્યાદેવીનું મંદિર આવેલું છે. તે મંદિરનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે. જે શ્રદ્ધાળુઓ માટે વધું આકર્ષક રહેશે.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…