ફ્રુટ સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જે પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. જોકે પપૈયુ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેમા મેગ્નેશ્યિમ, પોટેશિયમ, નિયાસિન, પ્રોટીન અને કરોટીન તેમજ પ્રાકૃતિક ફાઇબર હોય છે. પરંતુ કેટલાક લોકોએ બિલકુલ પણ તેનું સેવન ન કરવું જોઇએ.
તો ચાલો જોઇએ કયા લોકોએ પપૈયાના સેવનથી દૂર રહેવું જોઇએ.
ગર્ભવતી મહિલાઓ: પપૈયું સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. પરંતુ ગર્ભવતી મહિલાઓઓ બિલકુલ પણ તેનું સેવન ન કરવું જોઇએ. તેને ખાવાથી ગર્ભપાત થવાનો ખતરો રહે છે. જેથી પપૈયાથી દૂર રહેવું જોઇએ.
બ્લડ પ્રેશરના દર્દી: જે લોકોને હાઇ કે લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય છે તે લોકોએ પપૈયાનું સેવન બિલકુલ પણ ન કરવું જોઇએ. પપૈયું બ્લડ પ્રેસરના દર્દીઓ માટે ખૂબ હાનિકારક સાબિત થઇ શકે છે.
સ્તનપાન: સમયે જે મહિલાઓ બાળકોને સ્તનપાન કરાવે છે તે લોકોએ પણ પપૈયાનું સેવન ન કરવું જોઇએ. કારણકે તેના સેવનથી બાળક અને માતા બન્ને પર ખરાબ અસર થઇ શકે છે. તેની સાથે જ જ્યારે બાળક જ્યાં સુધી એક વર્ષનું ના થાય ત્યાં સુધી પપૈયું ન ખવડાવવું જોઇએ.
કિડનીમાં પથરી: તેને ખાવાથી કેટલીક બીમારીઓ દૂર થાય છે. પપૈયામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. પરંતુ એક અભ્યાસમાં સામે આવ્યું છે કે વિટામિન સીના વધારે સેવનના કારણે પણ કિડનીમાં પથરીની સમસ્યા થઇ શકે છે.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…