પથરીની સમસ્યા વાળા લોકોએ ભુલથી પણ ના કરવું જોઈએ આ વસ્તુનું સેવન, નહીંતર થઇ જશો હેરાન

404
Published on: 7:11 am, Sun, 30 May 21

શું તમને ક્યારેય કિડનીમાં પથરીનો પ્રોબ્લેમ થયો છે? અથવા પરિવારમાં કોઇ સભ્યને કિડનીમાં પથરીની મુશ્કેલી થઇ હશે તો તમે જાણતા જ હશો કે તેનો દુખાવો કેટલો અસહ્ય હોય છે. ઘણીવાર તો દર્દી માટે દુખાવો સહન કરવાનું અશક્ય જેવું લાગવા લાગે છે, જયારે અમુક લોકો પેટ પકડીને આળોટવા મજબુર થઈ જાય છે.

પથરીના દર્દીઓએ આ વસ્તુનું સેવન ટાળવું જોઇએ
યૂરિનમાં નાના-નાના ક્રિસ્ટલ્સ જ્યારે જમા થઇને પથરીનું સ્વરૂપ લઇ લે છે અને સમસ્યા થાય છે. યૂરિનમાં રહેલ કેલ્શિયમ જ્યારે ઑક્સલેટ અથવા ફૉસ્ફરસ જેવા કેમિકલ્સની સાથે મળી જાય છે ત્યારે પણ કિડનીમાં પથરીની સમસ્યા થઇ શકે છે. આ ઉપરાંત કિડનીમાં યૂરિક એસિડ જમા થવાને કારણે પણ ઘણીવાર પથરીની સમસ્યા થવા લાગે છે. જો તમે નથી ઇચ્છતા કે તમને પથરીની પરેશાની થાય તો આ ખોરાકનું  મર્યાદિત પ્રમાણમાં જ સેવન કરો અને જો તમને કિડનીમાં પથરીની સમસ્યા પહેલા ક્યારેય થઇ ચુકી છે તો આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઇએ.

1. પાલક :- આમ તો પાલક આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે અને ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સથી પણ ભરપૂર હોય છે પરંતુ કિડનીમાં પથરીની સમસ્યા થવા પર પાલક ખાવાથી બચવું જોઇએ. તેનું કારણ એ છે કે પાલકમાં ઑક્સલેટ હોય છે જે લોહીમાં રહેલ કેલ્શિયમ સાથે બંધાઇ જાય છે અને કિડની તેને ફિલ્ટર કરી શકતી નથી અને તે યૂરિનને મારફતે શરીરમાંથી બહાર નિકળી શકતું નથી જેનાથી કિડનીમાં પથરી બને છે.

2. ચિકન, માછલી, ઈંડાં :- રેડ મીટ, ચિકન, પોલ્ટ્રી, ફિશ અને ઈંડાં આ કેટલાક એવા ફૂડ્સ છે જેમાં એનિમલ પ્રોટીનનું પ્રમાણ સૌથી વધારે હોય છે અને આ વસ્તુઓનું વધારે સેવન કરવાથી શરીરમાં યૂરિક એસિડનું ઉત્પાદન વધારે થાય છે. જો કે પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે એટલા માટે એનિમલ પ્રોટીનની જગ્યાએ પ્રોટીનના પ્લાન્ટ બેઝ્ડ સોર્સનું સેવન કરવું જોઇએ જેમ કે, ટોફૂ, કીન્વા, ચિયા સીડ્સ અને ગ્રીક યોગર્ટ વગેરે.

3. ઓછામાં ઓછુ મીઠું :- મીઠામાં સોડિયમ હોય છે અને સોડિયમનું વધુ પ્રમાણ યૂરિનમાં કેલ્શિયમને જમા કરવાનું કામ કરે છે. તેથી ભોજનમાં ઉપરથી મીઠું નાંખવાનું ટાળો. આ ઉપરાંત ચિપ્સ, ફ્રોઝન ફૂડ વગેરે જેમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે તેનું પણ સેવન કરવાનું ટાળવું જોઇએ.

4. કોલા અથવા સૉફ્ટ ડ્રિન્ક :- કોલામાં ફૉસ્ફેટ નામનું કેમિકલ વધારે હોય છે જેના કારણે કિડનીમાં પથરી બનવાની શક્યતા રહે છે. તેથી ખૂબ જ વધારે ખાંડ અથવા શુગર સિરપ ધરાવતા પ્રોસેસ્ડ ફૂડ અને ડ્રિન્ક્સનું સેવન ન કરશો. માત્ર મીઠું જ નહીં ઘણી વધારે ખાંડ જેમ કે સુક્રોઝ અને ફ્રુક્ટોઝ પણ કિડની પથરીનું જોખમને વધારે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…