માત્ર આ એક મંદિરમાં શયન અવસ્થામાં બિરાજમાન માં હિંગળાજ સાક્ષાત આપે છે દર્શન- દરેક ભક્તોની મનોકામના કરે છે પૂર્ણ

193
Published on: 10:32 am, Sun, 17 October 21

આપણો દેશ એક ધાર્મિક દેશ માનવામાં આવે છે. અહીં દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને મહેમાનોને પણ ભગવાન માનવામાં આવે છે. પરંતુ આજના આ લેખમાં આપણે એક રહસ્યમય મંદિર વિશે વાત કરીશું. કાળાસર ગામમાં હિંગળાજ માતાનું મંદિર આવેલું છે.

આ મંદિરની આજુ બાજુ એવું કુદરતી સૌન્દરીય આવેલું છે કે જેને જોઈને તમે પણ મંત્ર મુગ્ધ થઇ જશો. મોટા ભાગના મંદિરમાં આપણે ઉભી મૂર્તિ જોતા હશું પણ આ મંદિરમાં હિંગળાજ માતની મૂર્તિ સુતેલી છે. માનવામાં આવે છે કે આ મૂર્તિ સ્વયંમભૂ છે. તેમને પાસે રાખેલું ત્રિશુલ પણ સ્વયંમભૂ પ્રગટેલું માનવામાં આવે છે. આ મંદિર ચોટીલાથી 15 કિલોમીટર દૂર કાળાસર ગામે આવેલું છે.

આ હિંગળાજ માતાનું મંદિર પર્વત પર આવેલું છે. આ મંદિરમાં દર્શન કરવા માટે એક નાનકડો પહાડ પણ ચડવો પડે છે. આ મંદિર માં હિંગળાજ માતાની મૂર્તિ સિવાય બીજા પણ માતાજી અને ભગવાનની મૂર્તિ નું પણ સ્થાપન કરવામાં આવેલું છે.

આ મંદિરમાં માતાની મૂર્તિના દર્શન કરવા ગુફામાંથી જવું પડે છે. આ મંદિરમાં શયનમાં મૂર્તિ બિરાજમાન છે. તે મૂર્તિના દર્શન કરવાથી બધા ભક્તોના દુઃખ દૂર થઇ જાય છે. અને એવું પણ માનવામાં આવે છે કે આ હિંગળાજ માતાની મૂર્તિ પહાડોની વચ્ચેથી નીકળી હોય એવું અહીંના લોકોનું કહેવું છે.

આ મંદિરમાં બહુ દુરદુરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે અને બધા ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય છે. આ મંદિરમાં માતાજી શયન અવસ્થામાં હોવાથી ત્યાં દર્શન કરવા માટે ભારે ભક્તોની ભીડ જામે છે.

આ મંદિરમાં જે ભક્તો શ્રધ્ધાથી દર્શને આવે છે. તેમના બધા જ દુઃખ હિંગળાજવાળા માતાજી હરિ લે છે. આ મંદિરમાં અનેક રહસ્યો પણ છુપાયેલાં છે જે આજ દિન સુધી ઉકેલાયા નથી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…