શા માટે શિવ મંદિરમાં અડધી જ પ્રદક્ષિણા કરવામાં આવે છે, જાણો તેની કથા…

159
Published on: 5:36 am, Tue, 16 March 21

લોકો ભગવાન ભોલાનાથની પૂજા કરે છે અને લિંગ સ્વરૂપ ઉપર પાણી, દૂધ, પંચામૃત, બિલીપત્ર તેમજ ગંગાજળ ચઢાવવામાં આવે છે. નિયમિત લોકો ભગવાન શિવના દર્શન કરીને મંદિરના ગર્ભગૃહની ચારેય તરફ પ્રદક્ષિણા કરે છે અને તે અડધી જ પ્રદક્ષિણા કરવામાં આવે છે. આજે જાણીએ આ પરંપરા પાછળનું કારણ.

આ બાબત ખાસ ધ્યાન રાખવા જેવી છે, જયારે પણ ભગવાન શિવના મંદિરે જતા હોઈએ અને ગર્ભગૃહની પરિક્રમા કરતા હોઈએ ત્યારે તે અડધી જ કરવામાં આવે છે. આ સાથે એક કથા જોડાયેલી છે કે એક વાર એક ગંધર્વ રાજ ભગવાન સદાશિવની ભક્તિ કરતા હતા .

અને પૂજન કર્યા બાદ તે ગર્ભગૃહની પ્રદક્ષિણા કરવા ઉભા થયા અને ત્યારબાદ પ્રદક્ષિણા કરતા-કરતા આ ગૌમુખી ઉપર ભૂલથી પગ મૂકી દીધો. આ સાથે જ ભગવાન ભોલાનાથનો ક્રોધ જાગૃત થઇ ગયો અને ભગવાને આ ગંધર્વ રાજ ને શ્રાપ આપી તેની તમામ શક્તિઓનો નાશ કરી નાખ્યો.

શિવમંદિરમા ગર્ભગૃહની પ્રદક્ષિણા સમયે આ ગૌમુખી સુધી જ થવી જોઈએ. કોઈએ પણ આ ગૌમુખીને ઓળંગીને પ્રદક્ષિણા ક્યારેય ન કરવી જોઈએ. જો આની પેહલા આવી ભૂલ થઇ ગઈ હોય અથવા તો તમે કોઈને આવું કરતા જોયા હોય તો આ ભૂલ ફરી ન થવા દો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…