‘તાઉ-તે વાવાઝોડા’નો ખતરો હજુ પૂરો નથી થયો ત્યાં વધુ એક વાવાઝોડાંનું ઝોખમ, જાણો કઈ તારીખે આવશે ‘yaas વાવાઝોડું’

591
Published on: 9:47 am, Wed, 19 May 21

હજુ તાઉ-તે વાવાઝોડું પૂરું થયું જ છે ત્યાં બીજું વાવઝોડું આવવાની આગાહી આવી ગઈ છે. તાઉ-તે વાવાઝોડાએ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ઘણાં જિલ્લાઓને હચમચાવી દીધા છે. આ વાવાઝોડામાં જાનહાની ઓછી થઈ છે પરંતુ આર્થિક નુકસાન કરોડોનું થયું છે. તાઉ-તે વાવાઝોડું હજી આજે રાજસ્થાન પહોંચ્યું છે. એટલે કે હજી તાઉ-તે વાવાઝોડું સંપૂર્ણ રીતે શાંત પણ પણ નથી થયું ત્યાં બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર વાવાઝોડું સર્જાઈ રહ્યું છે.

ધી ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD)ના સીનિયર અધિકારી એચ.આર. બિસ્વાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સપ્તાહના અંતમાં દક્ષિણ બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે. વાવાઝોડાની અસર 23 મેથી શરૂ થશે અને 26 મે સુધીમાં ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ સિસ્ટમની અસર 23 મેથી જોવા મળશે. આઈએમડી વિભાગ અત્યારે સતત આ નવી સર્જાતી લો-પ્રેશર સિસ્ટમ પર નજર રાખી રહ્યા છે. આ વાવાઝોડું 26 મેના રોજ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી શક્યતા છે. આ વાવાઝોડાનું નામ Yaas જાહેર કરવામા આવ્યું છે. કોઈપણ ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંને જીવંત રાખવા માટે ઊર્જાની જરૂર હોય છે. આ ઊર્જા સામાન્ય રીતે સમુદ્રની સપાટી પર રહેલા ગરમ પાણી અને બાષ્પ દ્વારા ઉત્પન્ન થાય છે.

અત્યારે 50 મીટર ઊંડાઈ સુધી સમુદ્રનું પાણી ગરમ છે, જે આ ચક્રવાતને ઊર્જા પૂરી પાડવા માટે સક્ષમ છે. આ પ્રકારનું વાતાવરણ જ તાઉ-તે વાવાઝોડાંને ગતિ પૂરી પાડે છે. સામાન્ય રીતે, ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડું ચોમાસાની પહેલા અને પછીના સમયગાળા દરમિયાન ફુંકાય છે. જે મુખ્યત્વે ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનાનાં સમય દરમિયાન પરિણમે છે.

ભારતીય દરિયાકિનારાઓને પ્રભાવિત કરતા વાવાઝોડાં મુખ્યત્વે મે-જૂન અને ઓક્ટોબર-નવેમ્બર વચ્ચેનાં સમયગાળા દરમિયાન ફુંકાય છે. વાર્ષિક અભ્યાસને ધ્યાનમાં લઈએ તો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સરેરાશ સ્વરૂપે 5 વાવાઝોડાંનું સર્જન થતું રહેતું હોય છે. જેમાથી બંગાળની ખાડીમાં 4 ચક્રવાત ઉત્પન્ન થયા છે અને તે અરબી સમુદ્ર કરતા વધુ તીવ્ર અને ગરમ હોય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…