આ તારીખે ગુજરાત પર આવશે મોટી આફત- ગાજવીજ સાથે આ વિસ્તારોને ધમરોળશે વરસાદ

4084
Published on: 10:36 am, Wed, 15 September 21

મેઘરાજાએ ગુજારતાણે જળબંબાકાર કરી નાખ્યું છે. છેલ્લા 3 દિવસથી વરસાદ ખાસ કરીને સૌરાષ્ટ્રને ઘમરોળી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના દક્ષિણ, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો વરસાદ તો  ઉત્તર-મધ્ય ગુજરાત ઉપરાંત કચ્છ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પાડવાની આગાહી કરી છે.

વધુમાં તેમણે આગાહી કરતાં કહ્યું છે કે અરબ સાગરનું જોઈએ તે રીતે  સક્રિય વહન કરી રહ્યું ન હતું. પણ જોકે હવે પહેલા કરતાં સક્રિયતા વધતાં વરસાદ સાર્વત્રિક રહેશે તેવુ ભવિષ્ય ભાખ્યૂ હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે,

તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ મહિનાનુ બીજુ લો-પ્રેશર 14 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં જોવા મળશે. લો-પ્રેશર બન્યા બાદ આગામી 24 થી 48 કલાકમાં વેલમાર્ક લો-પ્રેશરમાં ફરી શકે છે. લો-પ્રેશર વધવાથી ધોધમાર વરસાદના કારણે ધોવાઈ જશે ગુજરાત.

પરંતુ આડકતરી રીતે 14-15-16 તારીખ દરમિયાન ગુજરાતને અનુકુળ વાતાવરણ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં ગુજરાત નજીક રાજસ્થાન પર રહેલ લો-પ્રેશર ફરી ગુજરાત ઉપર આવી શકે છે અને ગુજરાતને સારો વરસાદ આપી શકે છે. આગાહી મુજબ, 14-15 તારીખ દરમિયાન સિસ્ટમ ફરી ઉત્તર રાજસ્થાનથી ઉત્તર ગુજરાત પર જોવા મળશે.

બીજી સિસ્ટમ પણ નજીક પહોંચી જશે અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 14-15 પછી વરસાદનું જોર વધી શકે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…