નવરાત્રી 2021: પાચમાં નોરતે કરવામાં આવે છે સ્કંદમાતાની પૂજા, જાણો તેનો મહિમા

150
Published on: 6:46 pm, Sat, 9 October 21

નવરાત્રી શબ્દનો અર્થ થાય છે નવ રાત. આ નવ દિવસ સુધીમાં આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા સ્વરુપની પૂજા કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા રમીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે. વર્ષમાં નવરાત્રીનો તહેવાર કુલ ચાર વખત આવે છે. જેમાં બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ, એકમાત્ર શારદીય નવરાત્રી જ છે જેની ઉજવણી ખૂબ જ ધૂમધામથી કરવામાં આવે છે.

હવે પાંચમાં નોરતાની વાત કરીએ તો, મહાદેવના પુત્ર ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંદ કુમાર છે અને તેની જ માતા એટલે કે બાળ કાર્તિકેયની માતા પાર્વતિનું આ સ્વરુપ સ્કંદમાતા તરીકે પૂજવામાં આવે છે. દેવી ભાગવતમાં જણાવ્યા અનુસાર માતાના આ સ્વરુપની પૂજાથી સંતાન પ્રાપ્તીનો મનોરથ પૂર્ણ થાય છે. આ ઉપરાંત, વંશ આગળ વધે છે. વાંઝિયાપણાનો શ્રાપ દૂર કરવા માટે માતાનું ધ્યાન ધરી તેમની સાધના પણ કરવી જોઈએ.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…