ઓમિક્રોન મચાવશે તબાહી: દેશમાં આવી ગયો છે કોરોનાનો અત્યંત ખતરનાક વેરિઅન્ટ- જાણો ભારત માટે કેટલો છે જોખમી?

653
Published on: 10:38 am, Mon, 29 November 21
કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને દુનિયાભરમાં ડર વધતો જઈ રહ્યો છે. એક્સપર્ટ્સે આ વાયરસને ડેલ્ટા કરતા પણ વધુ ખતરનાક કરાર આપ્યો છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો, ડોક્ટરો અને સરકારો કોરોનાના નવા પ્રકાર ‘ઓમિક્રોન’ સામે કેમ ટકી રહેવું તે અંગેની ચર્ચા કરવા માટે ભેગા થયા છે. WHO એ ઓમિક્રોનને ચિંતાની શ્રેણીમાં મૂક્યું છે.

કેમકે આને અત્યાર સુધીનો સૌથી વધારે પરિષ્કૃત એટલે કે મ્યૂટેટેડ વર્જન ગણાવ્યો છે. ઉદાહરણ તરીકે અહીં ડેલ્ટા વેરિઅન્ટમાં માત્ર બે મ્યૂટેશન મળ્યા હતા, ત્યાં ઓમિક્રોન વેરિઅન્ટમાં 30થી વધારે મ્યૂટેશન નોંધાયા છે. આના કારણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી આ સ્વરૂપ પહેલા કેટલાક કેસ મળ્યાના બે દિવસ બાદ જ આને વેરિઅન્ટ ઑફ કંસર્ન એટલે કે કોરોનાનુ ચિંતાજનક સ્વરૂપ ગણાવાયુ હતુ.

ચિંતાનો વિષય એ છે કે આ વેરિયન્ટ સામેની વર્તમાન રસી અસરકારક છે કે નહીં, અત્યારે ચિત્ર સ્પષ્ટ નથી. ઓમિક્રોનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શનિવારે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ઓમિક્રોનને લઈને ભારતે અત્યાર સુધી શું પગલાં લીધાં છે તેના પર એક નજર કરીએ. દેશમાં કોવિડ-19 સંબંધિત પરિસ્થિતિ પર ચર્ચા કરતી વખતે પીએમ મોદીએ વધારાની તકેદારી અને સાવધાની રાખવાની વાત કરી છે.

વડા પ્રધાને લોકોને વધુ સતર્ક રહેવા, માસ્ક પહેરવા અને યોગ્ય અંતર સહિત તમામ નિવારક પગલાંઓનું પાલન કરવાની પણ અપીલ કરી છે. કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિઅન્ટ અત્યાર સુધી આફ્રિકાથી લઈને યુરોપના દેશમાં મળી ચૂક્યો છે.

આની ઉત્પત્તિ બોત્સવાનામાં થઈ, પરંતુ આના સાથે જોડાયેલો પહેલો કેસ શોધનાર દેશ દક્ષિણ આફ્રિકા રહ્યો. આ પહેલા બાકી દેશ નવા વેરિઅન્ટને લઈને મુસાફરી પ્રતિબંધ અથવા કોઈ પ્રકારની ચેતવણી જારી કરી શકતા. દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક અને ઉત્તરાખંડ સહિત વિવિધ રાજ્યોની સરકારોએ,

કોરોનાના આ પ્રકારને લઈને જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે. ગુજરાત સરકારે ઘણા દેશોના એરપોર્ટ પરથી મુસાફરી કરીને રાજ્યમાં આવતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. યુરોપ, યુકે, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, હોંગકોંગના એરપોર્ટ પર ઉતરતા મુસાફરો માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…