નક્ષત્ર બદલાતાં ઘણી રાશિઓ માટે સારા સંયોગ બને છે તો ઘણી રાશિઓના જાતકો માટે ખરાબ સંયોગ બને છે. નવેમ્બર મહીને બે મહત્વના ગ્રહોની સ્થિતિમાં થઇ રહેલો ફેરફાર આ રાશિઓના જાતકોને આર્થિક નુકસાન કરાવશે. જેથી પૈસાની લેવડ દેવડ કરતી વખતે એકદમ સતર્ક રહેવું, બુધ અને સૂર્ય કરાવશે ધન હાનિ.
નવેમ્બર મહિનાની શરૂઆતમાં જ 2 નવેમ્બર 2021 ના રોજ બુધ તુલા રાશિમાં પ્રવેશ કરશે તેની પછી ગ્રહોના રાજા સૂર્ય 16 નવેમ્બર 2021 ના રોજ વૃશ્વિક રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહ બુદ્ધિમત્તા, ધનના કારક ગ્રહ છે.
મેષ રાશિ
બુધ અને સૂર્યનું રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકોને આ મહિનામાં અપ્રત્યાશિત ખર્ચાઓનો સામનો કરાવશે. જેથી આ દરમિયાન સમજી વિચારીને પૈસા ખર્ચ કરવા. જ્યાં સુધી શક્ય હોય તો આ મહીને ના તો કોઈની પાસેથી ઉધાર લેવા અને ના આપવા.
મિથુન રાશિ
આ રાશિના જાતકોને પણ આ મહીને ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે તેમ છે. તેઓ આ મહીને બરાબરનું શોપિંગ કરી શકે છે અને અંતમાં તે જ તણાવનું કારણ બની શકે છે. જેથી સમજી વિચારીને જ બજેટ બનાવીને જ પૈસા ખર્ચ કરવા.
મીન રાશિ
આ રાશિના જાતકોએ ખર્ચ કરતી વખતે સાવધાની રાખવી નહીંતર પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે. શોપિંગ કરતી વખતે પણ સજાગ રહેવું. પત્ની અને બાળકો આ મહીને વધારે ખર્ચ કરાવી શકે છે.
ધન રાશિ
આ રાશિના જાતકોને નવેમ્બર મહિનામાં ધનલાભ તો જરૂરથી થશે પરંતુ ખર્ચ તેનાથી પણ વધારે થઇ જશે. તમારા પરિવારજનોની તબિયતનું પણ ધ્યાન રાખવું. ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…