તમારા નામના સ્પેલીંગમાં બેવડાય છે કોઈ અક્ષર? તો આજે જ વાંચો આ લેખ નહીંતર

153
Published on: 12:59 pm, Sat, 6 March 21

નામ પાડવાનું કામ પણ સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવે છે. આ વિધિ અત્યંત ખાસ અને મહત્વની હોય છે તેથી જ તેને નામકરણ સંસ્કાર કહેવામાં આવે છે. બાળકનું નામ તેના જન્મ સમયના આધારે રાખવામાં આવે છે. બાળકના જન્મ પછી સૌથી પહેલાં તેનું નામ પાડવામાં આવે છે.

કારણ કે નામની પણ કેટલીક સારી અને ખરાબ અસર હોય છે જે બાળકના જીવન પર પડી શકે છે. તેથી જ શાસ્ત્રોમાં રાશિ પ્રમાણે નામ પાડવાની વાતનું મહત્વ દર્શાવાયું છે. એટલું જ નહીં નામમાં જો કોઈ ખાસ અક્ષર એકથી વધારે વાર આવતો હોય તો તેની પણ અસર વ્યક્તિના સ્વભાવ પર પડે છે. તો જાણી લો આ અંગેની વિગતો.

B,K,R
જેના નામમાં ઉપરોક્ત ત્રણમાંથી કોઈ એક અક્ષર રીપિટ થતો હોય તેવા લોકો ભાવુક હોય છે, કોઈપણ વાત હોય તેમના મન પર તુરંત પ્રભાવ પાડે છે. તેઓ નાની-નાની વાતની પણ ચિંતા કરનારા હોય છે. પરંતુ તેમનો કામ કરવાનો અંદાજ સૌથી અલગ હોય છે. તેઓને કલાક્ષેત્રમાં રસ વધારે પડે છે.

E,H,N,X
જે નામમાં આ અક્ષરનો ઉપયોગથી એકથી વધારે વાર થતો હોય તેઓ દરેક કામમાં સફળતા પ્રાપ્ત કરનારા હોય છે. આવા લોકો સામાજિક તેમજ કાયદાકિય ક્ષેત્રમાં અવશ્ય સફળ થાય છે. જો કે તેમના જીવનમાં અણધારી સમસ્યાઓ આવતી રહે છે. પરીવારમાં પણ સમસ્યા થાય છે.

A,I,J,Q,Y
જો નામમાં આમાંથી કોઈપણ અક્ષર બે વખત આવતો હોય તો તે જાતકનો સ્વભાવ નિડર, સાહસી હોય છે. તેમનો સ્વભાવ તેમની રોજની ગતિવિધિઓમાં પણ જોવા મળે છે. તેઓ પોતાના નિર્ણયો પર અડગ રહે છે તેમજ અન્ય પર પ્રભુત્વ સરળતાથી મેળવી લેનારા હોય છે.

O,Z
આ અક્ષર જેમના નામમાં બે વાર હોય છે તેઓ શાંત સ્વભાવના હોય છે. તેઓ પોતાના સ્વાસ્થ્ય માટે પણ સજાગ હોય છે. આવા લોકો ઘોંઘાટ અને ભીડ-ભાડથી દૂર રહે છે. ઉપરાંત તેઓ પારીવારીક ચિંતાઓથી પણ દૂર રહે છે.

C,G,L,S
નામમાં આ અક્ષર જો બે-વખત આવતાં હોય તો તે જાતક કલ્પનાશીલ સ્વભાવના હોય છે. તેઓ પોતાની જ દુનિયામાં મસ્ત રહેનારા હોય છે. જો કે તેઓ અન્યની કળાની કદર કરનારા પણ હોય છે. તેમના સ્વભાવમાં થોડો સ્વાર્થ અને આત્મવિશ્વાસની ખામી જોવા મળે છે.

P,F
નામમાં આ અક્ષરો બેવડાતાં હોય તો તેઓ તેમના નિર્ણય પર અડગ રહેનારા અને સકારાત્મક ઊર્જા ધરાવતાં હોય છે. આ લોકોને પરીવારનું સુખ પણ મળે છે. પરંતુ તેમનો સ્વભાવ અત્યંત ખર્ચાળ હોય છે.

D,M,T
જો નામનું અંગ્રેજી કરવાથી ઉપરોક્ત અક્ષર બેવડાતાં હોય તો આવા લોકો સકારાત્મક વિચાર ધરાવતાં હોય છે. તેઓ પોતાના કામમાં કુશળ અને તેને ધ્યાનથી કરનાર હોય છે. જો તેઓ વેપાર કરતાં હોય તો તેમાં તેઓ આગળ પડતાં હોય છે.

U,V,W
જો નામમાં આ ત્રણ અક્ષરમાંથી કોઈપણ બેવડાતો હોય તો તે વ્યક્તિ જવાબદારી સારી રીતે નિભાવે છે. તેઓનો સ્વભાવ રોમાન્ટિક હોય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…