રાહતનાં સમાચાર: ગમે ત્યારે ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, પ્રેશર આવતા મોદી સરકારે તાબડતોબ શરુ કર્યું આ કામ

194
Published on: 10:09 am, Thu, 21 October 21

દેશમાં આસમાને આંબી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને નીચે લાવવા માટે કેન્દ્ર સરકારે કમર કસી હોવાનું જાણવા મળ્યું છે. આગામી દિવસોમાં લોકોને રાહત મળે તેવી પૂરી સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્નેએ ભાવઘટાડો કરવો જોઈએ.

બુધવારે વિશ્વની અગ્રણી ઓઇલ એન્ડ ગેસ કંપનીઓના સીઈઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક થઈ હતી. આ બેઠકમાં ઇંધણના ભાવ ઘટાડવા માટે નક્કર ઉકેલ શોધાય તેવી સંભાવના છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ તરુણ કપૂરે પીએમ નરેન્દ્ર મોદીની વૈશ્વિક સીઈઓ સાથેની બેઠકની માહિતી આપતા જણાવ્યું કે,

પીએમ મોદી સાથે ની રાઉન્ડટેબલ બેઠકમાં દરેક ઓઇલ અને એનર્જી કંપનીના સીઈઓને બોલવા માટે 3 મિનિટનો સમય આપવામાં આવશે. તે પછી પ્રધાનમંત્રી પોતાના મંતવ્યો આપશે. આ બેઠક અંગે માહિતી આપતાં કપૂરે કહ્યું હતું કે, આ વાટાઘાટોમાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવા અંગે સંવાદ થશે. કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ સખત વધી રહ્યા છે.

અને હવે એક મર્યાદાથી આગળ વધી ગયા છે. તેમણે કહ્યું કે તેલ ઉત્પાદક દેશોએ આ વિષય પર પ્રતિક્રિયા આપવી જોઈએ. અમે તેલના ભાવમાં અચાનક ઘટાડો થવાનું સમર્થન કરતા નથી. પરંતુ ક્રૂડ ઓઇલ ઉત્પાદક કંપનીઓએ સમજવાની જરૂર છે કે આટલા ઊંચા ઇંધણના ભાવ પણ યોગ્ય નથી.

જો કિંમતોમાં વધુ પડતી વધઘટ થાય તો ભારતના અન્ય સ્ત્રોતોમાંથી તેલની આયાત થઈ શકે? કિંમતોમાં આ અસ્થિરતા લાંબો સમય ટકવાની નથી અને તે સામાન્ય થઈ જશે. માંગ અને પુરવઠા વચ્ચે ખાસ તફાવત નથી. સૂત્રોના જણાવ્યાનુસાર કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 થી 10 રુપિયાનો ઘટાડો કરે તેવી સંભાવના છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…