ભુલથી પણ ક્યારેય ના કરવું જોઈએ આ વસ્તુઓનું દાન, નહીંતર થઈ જશો કંગાળ!

199
Published on: 2:38 pm, Wed, 1 September 21

દાન આપવાથી વ્યક્તિનું જીવન ખૂબ ખુશ રહે છે અને મૃત્યુ પછી સ્વર્ગના દરવાજા તેના માટે ખોલવામાં આવે છે. હિન્દુ ધર્મગ્રંથમાં દાન કરતાં કંઈપણ વધુ મહત્વનું માનવામાં આવતું નથી. શાસ્ત્રો અનુસાર દાન કરવાથી વ્યક્તિના જીવનમાં કોઈ મુશ્કેલી રહેતી નથી અને તેનું જીવન સારી રીતે ચાલે છે.

કારણ કે જ્યારે તમે કોઈને દાન આપો છો ત્યારે તેમના મન માંથી જે આશીર્વાદ આવે છે તે ખૂબ અસરકારક હોય છે. શુદ્ધ મનથી અને સુપાત્રને કરેલું દાન અનંત સુખ આપનારું અને ફળદાયી હોય છે. દાન કરવાથી મનોવાંચ્છિત ફળ પણ પ્રાપ્ત કરી શકાય છે. આપણા દેશમાં તહેવારો પર દાન કરવાનું ખાસ મહત્વ છે.

પહેરેલા કપડાં
તમારું અન્ય લોકોના કલ્યાણ માટે કરવામાં આવેલું દાન તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. તેથી જ તમારા પહેરેલા કપડાંને કોઈને પણ દાન ન કરવા જોઈએ અને ખાસ કરીને પંડિતો ને નહી જ. જણાવી દઈએ કે એવું બને છે કે આપણે આપણા જુના કપડા જે આપણે હવે પહેરતા નથી અથવા જેનો આપણને કોઈ ફાયદો નથી તેને ફેંકી દેવાને બદલે આપણે જરૂરિયાતમંદોને દાન કરીએ છીએ.

તેલનું દાન
જ્યોતિષશાસ્ત્રનું માનીએ તો શનિ ગ્રહની શાંતિ માટે તેલનું દાન કરવું જોઈએ પરંતુ વાપરેલા કે ખરાબ તેલનું દાન કરવાથી શનિદેવ નારાજ થાય છે. ઘરમાં કંકાસ વધે છે અને કોઈ વિપત્તિ આવવાની આશંકા રહે છે. આમ તો તેલનું દાન કરવાનું શુભ માનવામાં આવે છે પરંતુ કેટલાક લોકો ઉપયોગ કરેલા તેલને દાનમાં આપે છે. જો આવું કરવામાં આવે તો અશુભ ફળ મળે છે. શનિવારે સરસવના તેલનું દાન કરવું ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ કરવાથી તમે શનિના અશુભ પ્રભાવથી સુરક્ષિત રહો છો.

સાવરણી
આમ કરવાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઇ જાય છે. માતા લક્ષ્મી નારાજ થઇ જવાથી વેપારમાં અને કામમાં નુકશાન થાય છે, ઘરમાં ઘણા પ્રયત્ન કરવા છતાં પણ પૈસા ટકતા નથી. આપણે ઘણીવાર જયારે સાવરણી વપરાઈ જાય કે પછી થોડી ઘસાઈ જાય ત્યારે કોઈને આપી દેતા હોઈએ છીએ, તો તમને જણાવી દઈએ કે તમારે સાવરણી ક્યારેય કોઈને આપવી જોઈએ નહિ.

લસણ-ડુંગળી
કેતુ ગ્રહનો લસણ-ડુંગળી સાથે સંબંધ માનવામાં આવ્યો છે. ઉપરની તાકાતોના સ્વામી કેતુ ગ્રહને માનવામાં આવેલો છે. આજ કારણને લીધે સૂર્યાસ્તના પછી લસણ-ડુંગળી આપવું અશુભ માનવામાં આવ્યું છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…