નાગનાથ દાદા અત્યાર સુધી હજારો ભક્તોને આપી ચુક્યા છે પરચા- જાણો રાજકોટના નાગનાથ મહાદેવ મંદિરનો ૩૦ વર્ષ જુનો ચમત્કારિક ઇતિહાસ

213
Published on: 4:15 pm, Tue, 28 September 21

સમગ્ર ગુજરાતમાં ભગવાન શિવના અનેક ચમત્કારિક મંદિરો આવેલા છે. ત્યારે આજે અમે તમને ગુજરાતમાં આવેલા એક ચમત્કારિક શિવ મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે, આ મંદિર રાજકોટમાં આવેલું છે. જેને નાગનાથ મહાદેવ મંદિર તરીકે પણ સમગ્ર ગુજરાતમાં ઓળખવામાં આવે છે.

આ મંદિરની એક અદભુત વાત એ છે કે, આ મંદિરમાં જોડિયા હનુમાન દાદાની મૂર્તિ પણ આવેલી છે. જાણવા મળ્યું છે કે, આજે જે જગ્યાએ મંદિર છે તે જગ્યાએ જંગલ આવેલું હતું. અહી એક સંત દ્વારા હનુમાન દાદાની સ્થાપના કરવામાં આવ હતી. બાદમાં અહીં નાગનાથ મહાદેવની પણ સ્થાપના કરવામાં આવી હતી.

અહીં નાગનાથ મહાદેવે ઘણા પરચાઓ આપ્યા હતા. તેમજ અહીં હજારો ભક્તો પોતાની માનતા પુરી કરવા માટે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પણ આવે છે. જણાવી દઈએ કે, આ મંદિરનો ઇતિહાસ ૩૦ વર્ષ જૂનો છે.

કહેવાય છે કે, આ મંદિરમાં નાગનાથ મહાદેવ સાક્ષાત બિરાજમાન છે. જે અહીં આવતા દરેક ભક્તની માનતા પૂર્ણ કરે છે. એટલા માટે જ આ મંદિરની ખ્યાતિ દિવસેને દિવસે વધી રહી છે. જાણવા મળ્યું છે કે, અત્યાર સુધીમાં આ નાગનાથ મહાદેવ હજારો લોકોને સાક્ષાત પરચા આપી ચુક્યા છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…