છાણ અને ગૌમૂત્ર ઇમ્યુનિટી વધારવાને બદલે મ્યુકરમાઇકોસિસ જેવા ચેપી રોગને ફેલાવે છે, જાણો રિચર્ચમાં થયો ખુલાશો

204
Published on: 5:20 am, Wed, 12 May 21

કોરોના કાળની આ બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઈ છે. બીજી લહેરમાં કોરોના કેસોખુબ વધતાં ઓક્સિજનનું પ્રમાણ ખુબ જ ઘટવા લાગ્યું હતું. આ ઘટતા ઓક્સિજન વચ્ચે એક દેશી નુસકો બહાર આવ્યો હતો કે છાણ અને ઘી બાળીને ઓક્સિજન ઉત્પન્ન કરી શકાય છે,

પરંતુ આ માહારી વચ્ચે હાલ એક બીજો રોગ પણ તીવ્ર ઝડપે ફેલાય રહ્યો છે જે છે મ્યુકરમાઇકોસિસ. કોરોના વાઇરસ સામે રક્ષણ અને ઇમ્યુનિટી વધારવા ગાયનું છાણ શરીર પણ લગાવી રહ્યાં છે. જોકે તેમ ન કરવા ડોક્ટરોએ સલાહ આપી છે. દર અઠવાડિયે હેલ્થ વર્કર સહિત 15 જેટલા લોકો એસજી હાઈવે પર આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ની મુલાકાત લઈ રહ્યા છે.

ત્યારે ડોક્ટરોએ એવી ચેતવણી આપી છે કે, છાણ અને ગૌમૂત્રથી કોરોના વાઇરસ સામે ઇમ્યુનિટી વધારવાની વાત બોગસ છે. ડોક્ટરોએ આ નુસખાને બોગસ ગણાવવાની સાથે ગાયના છાણથી શરીરમાં મ્યુકર માઇકોસિસનો ચેપ ફેલાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, એસજી હાઇવે પર આવેલી એસજીવીપીની ગૌશાળામાં 200 જેટલી ગાયો છે ત્યારે ગાયના છાણથી કોરોના મટી જશે.

તેવુું માનીને દર રવિવારે હેલ્થ વર્કર્સ સહિત 15 જેટલાં લોકો એસજીવીપીની ગૌશાળાની મુલાકાત લઈ રહ્યા છે. ગાંધીનગરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર ડો. દિલીપ માવળંકરના જણાવ્યા મુજબ, ગાયનું છાણ શરીર પર લગાવવાની થેરેપીથી કોરોના સામે ઇમ્યુનિટી વધે છે તેવું કોઈ રિસર્ચમાં સાબિત થયું નથી. અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઈએ જણાવ્યું હતું કે, ગાયના છાણ-મૂત્રથી કોરોના વાઇરસ સામે ઇમ્યુનિટી વધારવાની આ થેરેપી શરીરના બગાડ સિવાય બીજું કશું નથી.

ગાયના છાણ-મૂત્ર ઇમ્યુનિટીને ક્યારેય વેગ આપી શકતાં નથી, જેથી આ થેરેપી બોગસ અને અવિશ્વસનીય લાગે છે. આથી લોકોએ આ થેરેપીને બદલે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની સારવાર લઈ બહાર આવેલા લોકો મ્યુકર માઇકોસિસથી ગ્રસ્ત થયા હાવોના કિસ્સા વધી રહ્યા છે. ડો. મોના દેસાઈએ જણાવ્યું કે, ગાયના છાણમાં ફંગસ હોવાથી તે શરીર પર લગાવવાથી શરીરમાં પ્રવેશીને મ્યુકર માઇકોસિસ જેવાં ફંગલ ઇન્ફેકશન જેવા ચેપનું કારણ બની શકે છે.

શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, પણ મ્યુકોર માયકોસિસના કેસમાં વધારો થતાં સિવિલમાં 110 બેડની વ્યવસ્થા કરાઈ રહી છે અને મ્યુકોર માયકોસિસના રોજના 10થી 12 જેટલા નવા કેસ આવી રહ્યા છે, પરંતુ મ્યુકોર માયકોસિસની સારવારમાં ઉપયોગી એવાં ઇન્જેક્શન શોધ્યે મળ‌તા નથી. આવામાં છાણ અને ગૌમૂત્રના ઉપયોગથી ઇમ્યુનિટી વધવાને બદલે ફંગલ ઇન્ફેકશન વધતાં મ્યુકોર માયકોસિસ સહિત અન્ય ચેપના કેસમાં વધારો થવાની ભીતિ ડોક્ટરો સેવી રહ્યા છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…