ઘણાં પ્રાચીન ગ્રંથો છે, જેમાં સ્ત્રીઓ વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે. તેના માન-સન્માન વિશે પણ ઘણી વાત લખવામાં આવી છે. જ્યાં સ્ત્રીઓનું પૂજન થાય છે તેવા ઘરમાં દેવતાઓનો વાસ હોય છે. એટલે જ આપણા સમજમાં સ્ત્રીઓને વિશિષ્ઠ સ્થાન આપવામ આવ્યું છે. સ્ત્રીને એક શક્તિ રૂપે પૂજવામાં આવે છે. આપનો દેશ સંસ્કૃતિ પ્રધાન દેશ છે અને એટલે જ ધાર્મિકગ્રંથોમાં રહેલી વાતોને માનવામાં પણ આવે છે.
મા દુર્ગા હોય, મા ચામુંડા, મા લક્ષ્મી કે પછી મા સરસ્વતી. દેવીનું દરેક સ્વરૂપ પૂજનીય છે કારણ કે દેવીને આપણે શક્તિ તરીકે પણ ઓળખીએ છીએ, પરંતુ દેવીની પૂજા કરવાની સાથે સાથે ક્યારેક આપણે એમ પણ ભૂલી જઈએ છીએ કે ઘરમાં રહેલી સ્ત્રી પણ એક દેવીનો જ અવતાર છે. તમે જો સ્ત્રીને ખુશ રાખશો તો સર્વ દેવીઓની કૃપા પણ તમારા ઉપર બની રહશે. પરંતુ ઘણી જગ્યાએ જોવા મળે છે કે સ્ત્રીને યોગ્ય સન્માન નથી આપવામાં આવતું.
તેને દુઃખી કરવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે સ્ત્રીને દુઃખી કરવાનું પરિણામ ખુબ જ ખરાબ આવે છે. જે ઘરમાં સ્ત્રીને સતાવવામાં આવે છે તે ઘર્મમાં લક્ષ્મીનો વાસ રહેતો નથી. સ્ત્રી જન્મથી લઈને મૃત્યુ સુધી ઘણા કિરદારમાં જોવા મળે છે. જેમા દીકરી, મા, બહેન, મિત્ર, પત્ની, સાસુ, દાદી જેવા બીજા ઘણા રૂપોમાં આપણે જોઈ શકીએ છે અને આ દરેક કિરદાર એક સ્ત્રી બખૂબી નિભાવતી હોય છે.
ક્યારેય પોતાની જવાબદારીઓમાંથી ભાગતી નથી. એટલે જ તો સ્ત્રીને સહનશીલતાની મૂર્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે પુરુષ સ્ત્રીને સન્માન આપે છે તે જીવનમાં ક્યારેય દુઃખી થતો નથી. તમને કદાચ એ વાતની ખબર નહિ હોય કે સ્ત્રીના પગમાં સાચું સુખ રહેલું હોય છે. કોઈ પુરુષ સ્ત્રીના ચરણસ્પર્શ કરી નમન કરે છે એ પુરુષના જીવનમાં દુઃખો ક્યારેય નથી આવતા.
કારણ કે સ્ત્રીના પગમાં અલૌકિક શક્તિનો વાસ રહેલો હોય છે. જેના કારણે સ્ત્રીને પગે લાગીને પોતાના કામ માટે નીકળતો વ્યક્તિ સફળ થઈને આવે છે, નિરાશાઓથી દૂર રહે છે, સારા આશીર્વાદ પણ મળે છે. વળી એવું પણ માનવામાં આવે છે કે સ્ત્રીના ચરણસ્પર્શ માત્રથી તમામ જન્મના પુણ્ય પણ મળે છે. ભગવાન શંકરે પણ સ્ત્રીને સન્માન આપવા માટે અર્ધ નારેશ્વરનું રૂપ ધારણ કર્યું હતું. દેવતાઓ પણ હંમેશા સ્ત્રીઓનું પૂજન કરતા આવ્યા છે તેમજ સન્માન પણ આપતા રહ્યાં છે.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…