1 એપ્રિલથી દૂધના ભાવમાં પણ થવા જઈ રહ્યો છે કમરતોડ વધારો, જાણો આવતી કાલથી કઈ-કઈ વસ્તુઓ થશે મોંઘી

310
Published on: 6:25 am, Wed, 31 March 21

નવા નાણાકીય વર્ષમાં સામાન્ય લોકોની અવાકને મોટો ઝટકો આપવા સાથે શરુ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. 1 એપ્રિલ 2021થી રોજિંદા ઉપયોગમાં આવતી વસ્તુમાં મોંઘવારીનો તડકો લાગવાનું માનવામાં આવી રહ્યું છે. રોજીંદા જીવનની વસ્તુઓના ભાવ તો આસમાને પોંહચી ગયા છે, દેશમાં આવશ્યક ચીજો અને શાકભાજીના ભાવ સતત વધવાથી મોંઘવારી વધી રહી છે.

બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત થઈ રહેલો વધારો લોકોની કમર તોડી રહ્યો છે. નવા નાણાકીય વર્ષની શરૂઆત સામાન્ય માણસને આપશે મોટો ઝટકો. હકીકતમાં, 1 એપ્રિલ 2021થી, રોજિંદા વપરાશની વસ્તુઓમાં ભાવ વધારો નિશ્ચિત માનવામાં આવે છે.

નવા નાણાકીય વર્ષમાં દૂધ, વીજળીનું બિલ, એર કંડિશનર, મોટરસાયકલોથી લઈને સ્માર્ટફોન અને હવાઈ મુસાફરી મોંઘી થશે. ચાલો આપણે જાણીએ કે 1 એપ્રિલ, 2021થી એવા કઈ કઈ વસ્તુઓ છે જેમના ભાવમાં વધારો થઈ શકે છે? 1 એપ્રિલથી દૂધના ભાવમાં વધારો થવાની શક્યતાઓ છે. ખેડુતોએ આ અંગે માહિતી આપી છે. દૂધના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કરીને 49 રૂપિયા પ્રતિ લીટર નવો ભાવ કરવાની જાહેરાત કરનામાં આવી છે.

આવી સ્થિતિમાં ઘી, પનીર, છાશ, ચીજ અને દહીં સહિતના તમામ દૂધના ઉત્પાદનોની કિંમતમાં વધારો થઈ શકે છે. આ સાથે બિહારના લોકોને 1 એપ્રિલ 2021થી વધતા જતા વીજ બિલનો આંચકો પણ મળી શકે છે. રાજ્યમાં વીજળીના દરોમાં 9-10 ટકાનો વધારો થવાની શક્યતાઓ છે. નવા નાણાકીય વર્ષમાં ટીવી ખરીદવી મોંઘી થશે. છેલ્લા 8 મહિનાથી ટીવીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કંપનીઓએ પણ ટીવીને પીઆઈએલ યોજનામાં લાવવાની માંગ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે 1 એપ્રિલથી ટીવીની કિંમત 2000થી લઈને 3000 રૂપિયા મોંઘી થઈ શકે છે.

તે જ સમયે એસી અને રેફ્રિજરેટર પણ મોંઘા થઈ જશે. કાચા માલના ભાવમાં વધારાને કારણે કંપનીઓ એસીના ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. એસીની કિંમત 1500 થી 2000 રૂપિયા સુધી વધી શકે છે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી અને નિસાન સહિત અનેક કંપનીઓએ પહેલી એપ્રિલથી વાહનના ભાવ વધારાની જાહેરાત કરી છે. તે જ સમયે, ખેડૂતોને ઝટકો આપતા કેટલીક કંપનીઓએ ટ્રેક્ટર ની કિંમતમાં પણ વધારો કરવાનો નિર્ણય લીધો છે. નિસાને તેની બીજી બ્રાન્ડ ડેટસન(Datsun)ની કિંમતમાં વધારાની જાહેરાત કરી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…