‘અબ કી બાર મોંઘવારી કી માર’, દૂધ-તેલ સાથે જીવન-જરૂરિયાતની આ વસ્તુઓના ભાવમાં થશે કમરતોડ વધારો

186
Published on: 11:31 am, Sat, 10 July 21

આ કોરોનાકાળ એમાં પણ લોકડાઊન હતું, એમાં ઘણાં લોકો બેરોજગાર બની ગયા હતા તો ઘણાંને તો ઘરમાં ખાવાના પણ પૈસા ન હતા, આ વચ્ચે હજુ ધંધાઓ સરખા ચાલતા નથી ત્યાં તો દિવસેણે દિવસે રોજીંદા જીવનમાં ની વસ્તુઓનો ભાવ વધતો જ જાય છે, સુરતીઓ ખાણી પીણી માટે ખૂબ જ જાણીતા છે, એક તરફ કહેવત છે કે ‘કાશીનું મરણ અને સુરતનું જમણ’.

જોકે સતત મોંઘવારી વધી રહી હોવાથી, હવે લોકો પણ ખરીદી ઓછી કરી રહ્યા છે. છેલ્લાં પાંચથી સાત મહિનામાં તમામ ખાદ્યચીજોના ભાવમાં વધારો થયો છે. ખાસ કરીને પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થતાં તેની અસર ખાદ્યચીજોના ભાવ પર પડી છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારા બાદ દૂધ અને તેલના ભાવો પણ આસમાને પહોંચ્યા છે.

જેના કારણે હવે મીઠાઈ અને ફરસાણના ભાવમાં પણ વધારો થયો છે. એક બાજુ તહેવારો સામે આવી રહ્યા છે ત્યારે મીઠાઇ અને ફરસાણના ભાવ વધતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. 20 દિવસ પહેલાં જ સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સુમુલ ડેરીના ભાવ વધારા બાદ છુટક દૂધ વેચતા પશુપાલકોએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે.

દૂધના ભાવ વધારાની સીધી અસર મીઠાઈઓ પર પડી છે. શહેરના મીઠાઇ વિક્રેતાઓ દ્વારા દૂધમાંથી બનતી મીઠાઈઓના ભાવમાં 10 ટકાનો વધારો કરાયો છે તો બીજી તરફ તેલના ભાવમાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરસાણની શોપના સંચાલકોએ પણ ફરસાણ અને ફરસાણના ભાવમાં 20 ટકા સુધીનો વધારો કર્યો છે. જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…