હવામાન શાસ્ત્રી અંબાલાલની મોટી આગાહી, ગુજરાતમાં આગામી 4 દિવસ પડી શકે છે માવઠું

153
Published on: 1:17 pm, Tue, 9 March 21

મિત્રો, તમે બધા જાણો જ છો કે આંબાલાલ પટેલે કરેલી આગાહી ક્યારેય પણ ખોટી સાબિત નથી થઈ, તો આજે ફરી એકવાર આંબાલાલ પટેલે કરી છે આગાહી. ગુજરાતમાં પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

જેથી અમદાવાદ સહિત ગુજરાતમાં તાપમાન ઘટ્યું છે. તાપમાન ઘટતા વહેલી સવારે ઠંડીનો અહેસાસ અને બપોર બાદ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના મતે આગામી 4 દિવસ તાપમાનમાં ફેરફારની શક્યતા દેખાઈ રહી છે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા રાજ્યમાં મોટી અસર જોવા મળી શકે છે.

અમદાવાદનું મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19.1 ડિગ્રી નોંધાયું છે. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી છે કે, ગલ્ફનું ધૂળકટ છેક ગુજરાતના કચ્છના ભાગોને પ્રભાવિત કરી શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં 7 અને 8 માર્ચે વાદળો જોવા મળી રહ્યા છે. 15 માર્ચ સુધીમાં રાજ્યના હવામાનમાં વાદળવાયુ અને કવચિત માવઠા જેવું હવામાન બનશે.

પંજાબ-હરિયાણા, રાજસ્થાન, દિલ્હીના ભાગોમાં 7 માર્ચથી ભારે હિમવર્ષા, વરસાદ, પવનની ગતિ સાથે કમોસમી વરસાદની શક્યતા છે. જેની અસરતળે ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે છે. માર્ચ મહિનાની શરુઆતમાં ઠંડા પવન ફૂંકાશે પરંતુ મહત્તમ તાપમાન યથાવત રહશે. અમદાવાદ, વડોદરા,સુરત, રાજકોટ, ભુજ, ડીસા અને નલિયામાં 14થી 15 માર્ચ બાદ તાપમાન વધશે. 15 માર્ચ બાદ કેટલાક ભાગમાં 41થી 42 તાપમાન રહેવાની સંભાવના છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, એપ્રિલ મહિનામાં દેશના કેટલા ભાગમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે. જેની અસર ગુજરાતના તાપમાન પર થાય. તેમજ ગલ્ફ તરફથી આંધી ભર્યા પવન ફૂંકાય. જેના કારણે ઉત્તર ગુજરાત, રાજસ્થાનના કેટલાક ભાગે ધુળિયું વાતાવરણ રહશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, મે મહિનામાં તાપમાન 45 ડિગ્રી રહેશે અને ઘણા ભાગોમાં રેકોડ બ્રેક ગરમી પડશે. પરંતુ મેં મહિનામાં પ્રિ મોન્સૂન ગતિવિધિઓ વધશે અને તેની અસર ચોમાસાના વરસાદ પર પડશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…